આશુતોષ મિશ્રા, પટના: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. સુશાંતના પરિવારે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયાની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. મળતી માહિતી મુજબ સુશાંત સિંહના પિતા કે.કે સિંહના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ સુશાંત સિંહ સાથે છેતરપિંડી કરી છે. તેના પૈસા પડાવી લીધા હતા અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં પરિવારથી સુશાંતને સંપૂર્ણ રીતે દૂર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંત સુસાઇડ કેસ: CBI પાસે કેસ પહોંચતા ખુલ્યો માર્ગ, અત્યાર સુધી આવી રહી હતી આ અડચણ


ત્યારે આ મામલે, તપાસ કરી રહેલી બિહાર પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી છે. આ ટીમ મુંબઇ પોલીસને મળશે અને કેસની ડાયરી સિવાય જરૂરી દસ્તાવેજો મેળવશે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે બિહાર પોલીસે સુશાંતના મુંબઇમાં નજીકના સબંધીઓની પૂછપરછ કરી હતી. જે લોકો રિયા અને સુશાંતને જાણતા હતા તેમની બિહાર પોલીસે પણ પૂછપરછ કરી હતી. તે જ સમયે, જ્યારે બિહાર પોલીસ રિયાને પૂછવા તેના ઘરે પહોંચી ત્યારે રિયા ઘરે મળી નહોતી. રિયા સાથે પણ ફોન દ્વારા સંપર્ક કરી શકાયો નહીં. બિહાર પોલીસ રિયાને પૂછપરછ માટે નોટિસ આપવાનું વિચારી રહી છે. હવે બિહાર પોલીસ તે વ્યક્તિની શોધ કરી રહી છે, જેના નામના સીમકાર્ડનો ઉપયોગ સુશાંત દ્વારા કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:- સુશાંત કેસ: રિયા આગોતરા જામીન માટે કરશે અરજી, પોલીસ આ ખાસ રિપોર્ટની જુએ છે કાગડોળે વાટ


આ પહેલા સમાચાર આવ્યા હતા કે, એફઆઈઆર નોંધાયા બાદ હવે રિયા ચક્રવર્તી આગોતરા જામીન માટે અરજી કરશે. તમને જણાવી દઈએ કે, સુશાંતના પિતા કૃષ્ણા કિશોરસિંહે પોતાની એફઆઈઆરમાં રિયા પર આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહને 2019 પહેલા મગજની કોઈ તકલીફ નહોતી, તેથી રિયાના સંપર્કમાં આવ્યા પછી અચાનક શું થયું? તેની તપાસ થવી જોઇએ... સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવાની પણ તપાસની માંગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube