Sushant Suicide Case: રિયા ચક્રવર્તીની આ ધમકીઓના કારણે ગયો સુશાંતનો જીવ? બિહાર પોલીસ પહોંચી મુંબઈ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પરિવારજનોએ પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાવી છે. મળતી માહિતી મુજબ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહના નિવેદન પર આ એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિવારે શક વ્યક્ત કર્યો છે કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ સુશાંતનો દગો કર્યો છે. તેના પૈસા ચાઉ કરીને તેની માનસિક હેરાનગતિ કરી છે. એટલું જ નહીં સુશાંતના પરિવાર સાથે સંપૂર્ણ સંબંધ કટ કરાવી દીધા.
નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પરિવારજનોએ પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાવી છે. મળતી માહિતી મુજબ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહના નિવેદન પર આ એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિવારે શક વ્યક્ત કર્યો છે કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ સુશાંતનો દગો કર્યો છે. તેના પૈસા ચાઉ કરીને તેની માનસિક હેરાનગતિ કરી છે. એટલું જ નહીં સુશાંતના પરિવાર સાથે સંપૂર્ણ સંબંધ કટ કરાવી દીધા.
પટણામાં એફઆઈઆર (FIR) નોંધાયા બાદ હવે બિહાર પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. આ ટીમ મુંબઈ પોલીસને મળીને તેની પાસેથી કેસ ડાયરી ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજો મેળવશે. ટીમમાં બે ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટર સામેલ છે. અત્રે જણાવવાનું કે પટણાના એસએસપી ઉપેન્દ્ર શર્માના આદેશ પર રાજીવ નગરના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને આ કેસના આઈઓ બનાવવામાં આવ્યાં છે.
સુશાંતના પિતાના આરોપો....
સુશાંતના પિતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મારો પુત્ર સુશાંત ફિલ્મ લાઈન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો. ત્યારે રિયાએ એ વાતનો વિરોધ કર્યો કે તું ક્યાય નહીં જાય અને મારી વાત નહીં માને તો હું મીડિયાને તારો મેડિકલ રિપોર્ટ આપી દઈશ અને બધાને જણાવી દઈશ કે તુ પાગલ છે. પરંતુ જ્યારે રિયાને એમ લાગ્યું કે સુશાંત સિંહ તેની વાત નથી માનતો અને તેનું બેંક બેલેન્સ બહુ ઓછું રહી ગયું છે તો રિયા સુશાંતના ઘરેથી ઘણો બધો મહત્વપૂર્ણ સામાન લઈને જતી રહી.
કેકે સિંહના નિવેદનમાં આગળ લખ્યું હતું કે તેણે મારા પુત્ર સુશાંતનો ફોન નંબર પોતાના ફોનમાં બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ સુશાંતે મારી પુત્રીને ફોન કર્યો અને તેને કહ્યું હતું કે રિયા મને ફસાવી દેશે અને તે અહીંથી ઘણો સામાન લઈને જતી રહી છે તથા મને ધમકી આપી ગઈ છે કે જો તે મારી વાત ન માની તો તારી સારવારના બધા કાગળો મીડિયાને આપી દઈશ અને કહી દઈશ કે તુ પાગલ છે અને તને કોઈ કામ આપશે નહીં, તુ બરબાદ થઈ જઈશ.
સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો કે સુશાંતની મુલાકાત રિયા સાથે વર્ષ 2019માં થઈ હતી. તે સમય સુધી સુશાંત કોઈ પણ પ્રકારની માનસિક બિમારીથી પીડાતો નહતો. આ વાતની તપાસ થવી જોઈએ કે એવું તે શું થયું કે રિયાને મળ્યા બાદ સુશાંત માનસિક રીતે પરેશાન રહેવા લાગ્યો. સુશાંતના પરિવારે પૂછ્યું છે કે જો સુશાંતને માનસિક બિમારી હતી અને સારવાર ચાલતી હતી તો આ અંગે તેના પરિવારજનો સાથે કન્સેન્ટ કેમ ન લેવાયું.
આ ઉપરાંત રિયા પર એ પણ આરોપ છે કે સુશાંતને ટ્રિટમેન્ટ દરમિયાન તે પોતાના ઘરે લઈ ગઈ હતી અને તેને ઓવરડોઝ આપ્યો હતો. પરંતુ રિયાએ આ અંગે કહ્યું હતું કે સુશાંતને ડેન્ગ્યુ થયો છે.
કે કે સિંહનો રિયા પર આરોપ છે કે તે સુશાંતને કોઈ ફિલ્મ સાઈન કરવા દેતી નહતી. જ્યારે પણ કોઈ ફિલ્મ ઓફર આવે તો તે તેને ફોર્સ કરતી હતી કે સુશાંત તે પ્રોજેક્ટ સાઈન કરે જેમાં રિયા તેની સામે લીડ રોલમાં હોય. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે રિયાએ સુશાંતના જૂના અને ભરોસાપાત્ર સ્ટાફને હટાવી દીધો હતો અને તેની જગ્યાએ એવા લોકોને રિપ્લેસ કર્યા જે રિયાને જાણતા હતાં. તે તેના સહારે સુશાંતને માઈક્રો સ્તરે મેનેજ કરવા માંગતી હતી.
ડિસેમ્બર 2019માં રિયાએ જાણીજોઈને સુશાંતનો મોબાઈલ નંબર બદલી નખાવ્યો. જેથી કરીને તે પોતાના ઘરના લોકો સાથે વાત ન કરી શકે. આ ઉપરાંત રિયા સુશાંતને પટણાના તેના હોમટાઉન પણ જવા દેતી નહતી. રિયા પર એ પણ આરોપ છે કે વર્ષ 2019માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતાં પણ થોડા સમયમાં જ 15 ક રોડ રૂપિયાને કોઈ એવા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાયા જેને સુશાંત સાથે કોઈ લિંક નહતી. એ વાતની તપાસ થવી જોઈએ કે રિયા અને તેના સાથીઓએ કેટલા પૈસાનું ગબન કર્યું છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે રિયા ચક્રવર્તી લાંબા સમયથી સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી હતી. રિયાએ પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે અને સુશાંત આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાના હતાં. રિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તે સુશાંત સાથે જ હતી પરંતુ કોઈ કારણસર ઝગડો થતા રિયા પોતાના ઘરે જતી રહી હતી.