આલિંગન કરીને પ્રેમ લુટાવતા દેખાયા હતા, બે મહિનામાં જ આવી સુસ્મિતા-લલિત મોદીની બ્રેકઅપની ખબર
Sushmita Sen: સુષ્મિતા સેન અને લલિત મોદીના બ્રેકઅપના ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેની પાછળ લલિત મોદીનો એક નિર્ણય કારણભૂત હોવાનું કહેવાય છે
Sushmita Sen Lalit Modi Breakup: લલિત મોદી (Lalit Modi) અને સુષ્મિતા સેન (Sushmita Sen) જ્યારે આ જોડીએ 2 મહિના પહેલા રિલેશનશિપની જાહેરાત કરી હતી, ત્યારે તહેલકો મચી ગયો હતો. લલિત મોદીએ ન માત્ર તેમના સંબંધની જાહેરાત કરી હતી, પરંતું સુષ્મિતા સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરોમાં બંને એકબીજા પર પ્રેમ લુટાવતા દેખાયા હતા. ત્યારે બે મહિનામાં જ બંને વચ્ચે બ્રેકઅપના સમાચાર આવ્યા છે. આ બાબતનો ખુલાસો લલિત મોદીના ટ્વિટર એકાઉન્ટથી થયો છે, જેમાં લલિત મોદીએ મોટા ચેન્જિસ કર્યાં છે.
બ્રેકઅપના ખબર
DNA માં છપાયેલા ખબર અનુસાર, લલિત મોદીએ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર સુસ્મિતા સેન સાથેની પોતાીન તસવીરો સંબંધની જાહેરાત કર્યા બાદ મૂકી હતી. તેના બાદ સુષ્મિતાએ પણ લાંબીલચક પોસ્ટ બાયોમાં લખી હતી. હવે લલિત મોદીએ તેમાં ફેરફાર કર્યો છે. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર બાયોની ફોટો બદલી દીધી છે. તેની સાથે જ બાયોમાં સુસ્મિતા સેન વિશે જે લખ્યું હતું, તે પણ હટાવી દીધું છે.
સુસ્મિતાને ગણાવી હતી પાર્ટનર ઈન ક્રાઈમ
લલિત મોદીના આ એક્શન બાદ સુસ્મિતા સેન અને લલિત મોદીના બ્રેકઅપની હવા તેજ બની છે. વાત એમ હતી કે, જ્યારે તેમના સંબંધો જાહેર થયા હતા ત્યારે લલિત મોદીએ લખ્યુ હતું કે, સુસ્મિતા સેન સાથે નવા જીવનની શરૂઆત કરી છે. સાથે જ એક્ટ્રેસની પાર્ટનર ઈન ક્રાઈમ પણ ગણાવી હતી.
સંબંધોની ઉજાગર કરતી તસવીરો મૂકી
બંનેના સંબંધો જગજાહેર થયા બાદ તેમની તસવીરોએ ભારે ચર્ચા જગાવી હતી. બંને વચ્ચે ઉંમરના તફાવત વધુ છે. અહેવાલો અનુસાર, સુસ્મિતા સેનની ઉંમર 46 વર્ષ છે, જ્યારે લલિત મોદી 58 વર્ષના છે. એટલે કે બંને વચ્ચે 12 વર્ષનો તફાવત છે.