`ના તો લગ્ન...ના સગાઈ`, લલિત મોદી સાથે ડેટિંગની જાહેરાત કર્યા બાદ સુષ્મિતા સેને તોડ્યું મૌન
પોતાનાથી 10 વર્ષ મોટી લલિત મોદી સાથેના રિલેશનશિપ પર સુષ્મિતા સેને આખરે મૌન તોડ્યું છે. એક્ટ્રેસે લગ્નની અટકળો પર પ્રતિક્રિયા આપી છે. સાથે એવું કાંઈક કહ્યું છે, જે જાણીને તેના ચાહકો આશ્ચર્યમાં પડી જશે.
નવી દિલ્હી: ગુરુવારે સાંજે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ એક પોસ્ટ કરી અને ખળભળાટ મચી ગયો. લલિત મોદીએ અભિનેત્રી સુષ્મિતા સેના સાથેને કૉઝી ફોટોસ શેર કર્યા અને તેઓ ડેટ કરી રહ્યા હોવાની વાત કરી.
લલિત મોદીએ તો તેમનું ઈન્સ્ટા ડીપી અને બાયો પણ બદલીને ખુલ્લમખુલ્લા પ્રેમનો એકરાર કર્યો. ત્યારથી સૌ કોઈને રાહ હતા સુષ્મિતા સેનના જવાબની. આખરે સુષ્મિતા સેને જવાબ આપી દીધો છે અને સોશિયલ મીડિયો પર એક લાંબી પોસ્ટ કરી છે. જેમાં તેમના ચાહકો માટે એક ખાસ મેસેજ પણ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube