Sushmita Sen On Marriage: બોલીવુડની ડીવા અને 1994 ની મીસ યુનિવર્સ સુષ્મિતા સેન પોતાના બિંદાસ અંદાજ માટે ઓળખાય છે. તેઓએ અનેક વિચારોને લઈને ખુલીને વાત કરી છે. સુષ્મિતા બોલીવુડની સિંગલ મધર છે અને તેઓએ બે દીકરીઓને દત્તક લીધી છે. તે બંને દીકરીઓ સાથે દુબઈ અને ભારતમાં રહે છે અને ખુલીને જીંદગી જીવે છે. જોકે એનો મતલબ એ નથી કે તેમનું નામ કોઈ સ્ટાર સાથે નથી જોડવામાં આવતું. સુષ્મિતાના અનેક અફેયર રહ્યાં છે. પરંતુ તેઓએ ક્યારેય લગ્ન સુધી વાતને નથી લઈ ગયા. તેવામાં સવાલ એ ઉભો થાય છે કે કયા કારણસર અભિનેત્રી પોતાના જીવનસાથીને પસંદ નથી કરી શકી. આની પર ખુદ સુષ્મિતાએ ખુલીને વાત કરી છે. આવો જાણીએ શું કહે છે સુષ્મિતા સેન.


ટ્વીંકલ ખન્ના સાથેના ઈન્ટરવ્યૂમાં સુષ્મિતા સેને પ્રથમ વખત લગ્ન અને લવ લાઈફ અંગે ખુલીને વાત કરી છે. સુષ્મિતાએ કહ્યું કે તે લગભગ ત્રણ વખત લગ્નની નજીક આવી ગઇ હતી અને પછી દૂર થઈ ગઇ. સુષ્મિતાએ સાફ જણાવ્યું છે કે તેમની બે દીકરી રેને અને અલીશા લગ્ન ના કરવાના કારણ રહ્યાં છે. તેઓએ એ પણ જણાવ્યું કે તેઓ ત્રણ વખત લગ્ન કરવાની નજીક આવી ગઈ હતી પરંતુ ભગવાને તેમને બચાવી લીધી. સુષ્મિતા સેને ટ્વીંકલ ખન્નાના ટ્વીક ઈન્ડિયામાં ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે હું નથી ઈચ્છતી કે કોઈ પણ આવે અને જવાબદારીઓને શેર કરે. પરંતુ ક્યારે પણ કોઈ એવો પ્રયાસ ના કરે કોઈ મને તેનાથી દૂર જવા માટે કહે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube