નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી અને ફેશન દીવા ગણાતી સુષ્મિતા સેન પોતાના બોલ્ડ અને બિન્દાસ અંદાજના કારણે જાણીતી છે. સુષ્મિતા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ સક્રિય રહે છે. તેના દ્વારા પોતાના ફેન્સ સાથે સુષ્મિતા કનેક્ટ રહે છે. હાલમાં જ સુષ્મિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક સ્ટેટસ શેર કરતા પોતાના પર્સનલ રિલેશન અંગે જાણકારી આપી છે. 42 વર્ષની સુષ્મિતા સેનનું નામ અનેક સેલિબ્રિટીઝ અને કેટલાક બિઝનેસમેન સાથે પણ જોડાયું હતું પરંતુ મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતાએ જીવનસાથી કોઈને પણ ન બનાવ્યો. હવે તેનું સ્ટેટસ જોઈને લાગે છે કે તેના જીવનમાં કોઈ છે. સુષ્મિતા ફિટનેસને લઈને પણ ખુબ સજાગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્યુટી ક્વિન સુષ્મિતા સેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક ફોટો શેર કરીને કેપ્શન આપ્યું છે કે ન તો હું ક્યાંય ગૂમ છુ, ન તો હું કોઈને શોધી રહી છું. મેં જીવનને મેળવી લીધું છે અને હવે હું તેને જીવવામાં વ્યસ્ત છું!!! હું સંપૂર્ણ રીતે તમારી છું....અને મને કોઈ હાફની જરૂર નથી!!!



પોતાના આ સ્ટેટસથી સુષ્મિતાએ જણાવી દીધુ છે કે તે કેટલી સ્ટ્રોંગ મહિલા છે અને પોતાના જીવનમાં ખુબ ખુશ છે. જીવનમાં ખુશ રહેવા કરતા વધુ જરૂરી કશું નથી અને તે તે જ કરી રહી છે. સુષ્મિતા સેને 25 વર્ષની ઉંમરે પહેલી પુત્રી રિનીને દત્તક લીધી હતી. ત્યારબાદ બીજી પુત્રી દત્તક લીધી. સુષ્મિતા બંને પુત્રીઓ સાથે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ સુષ્મિતાએ પુત્રી અલીસાહ સાથે ફની ડાન્સ મૂવ્ઝનો એક વીડિયો શેર કર્યો હતો જે ખુબ ચર્ચામાં રહ્યો હતો.