નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરે ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ચોપટ કરી દીધી છે. દરરોજ મહામારીથી સંક્રમિત થતા લોકોની સંખ્યા વધી રહી છે. તો હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. કોરોનાના વધતા કેસને કારણે સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં દવાઓ, બેડ અને ઓક્સિજનની કમી થવા લાગી છે. 


દેશની ઘણી હોસ્પિટલો આ દિવસોમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની કમીનો સામનો કરી રહ્યાં છે. આ વસ્તુને લઈને કેન્દ્ર અને રાજ્યની સરકારો લોકોના નિશાના પર આવી ગઈ છે. ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે નવા પ્રધાનમંત્રીની માંગ કરી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube