નવી દિલ્હી :મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy) નું બીજી ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર બહુ જ દમદાર છે. અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાની જાહેરાત થયા બાદ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. બિગ બજેટ ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું પહેલુ ટ્રેલર આવ્યા બાદથી જ દર્શકોમાં રોમાંચક ઉત્સાહ હતો. તેઓ બીજા ટ્રેલરની રાહ જોઈને બેસ્યા હતા. જે હવે તેમને જોવા મળ્યું છે. જુઓ ટ્રેલર....


VIDEO: રાખી સાવંતના પતિને લઈને એક યુવકે કર્યો જબરદસ્ત મોટો ખુલાસો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથના સુપરસ્ટાર વેણુ માધવનું માત્ર 39 વર્ષે નિધન


આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેઓએ અંગ્રેજોની વિરુદ્ધ સૌથી પહેલા જંગ શરૂ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડીના ગુરુના પાત્રમાં નજર આવશે. ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.