આજે 3000 કરોડનો માલિક છે આ હોલીવુડ સ્ટાર, ક્યારેક બસસ્ટોપ પર સૂતો, જાણો આ રસપ્રદ તથ્યો
Sylvester Stallone Birthday Facts: સિલ્વેસ્ટર સ્ટેલોનનો જન્મ ન્યૂ યોર્ક શહેરમાં થયો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોનનું જન્મ સમયે નામ માઈકલ સિલ્વેસ્ટર ગાર્ડેન્ઝિઓ સ્ટેલોન હતું. તેમનો નાનો ભાઈ ફ્રેન્ક સ્ટેલોન અભિનેતા અને સંગીતકાર છે.
નવી દિલ્હી: સ્લી સ્ટેલોનનું હુલામણુ નામ ધરાવતા સિલ્વેસ્ટર સ્ટેલોનનો આજે જન્મ દિવસ છે. 6 જુલાઇ 6 1946ના રોજ તેમનો જન્મ થયો હતો. એક અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક અને પ્રાસંગિક ચિત્રકાર સિલ્વેસ્ટર સ્ટેલોન.
સિલ્વેસ્ટર સ્ટેલોનનો પરિચય
સિલ્વેસ્ટર સ્ટેલોનનો જન્મ ન્યૂ યોર્ક શહેરમાં થયો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોનનું જન્મ સમયે નામ માઈકલ સિલ્વેસ્ટર ગાર્ડેન્ઝિઓ સ્ટેલોન હતું. તેમનો નાનો ભાઈ ફ્રેન્ક સ્ટેલોન અભિનેતા અને સંગીતકાર છે. સ્ટેલોનના પિતાનો જન્મ જોઇઆ ડેલ કોલ, અપુલિયામાં થયો અને તેઓ બાળપણમાં જ સ્વદેશ છોડી યુનાઇટેડ સ્ટેટ્સમાં વસી ગયા. સ્ટેલોનની માતા અર્ધ રશિયન યહૂદી અને અર્ધ ફ્રેન્ચ મૂળના છે.
પ્રસૂતિ સમયે થઈ હતી મુશ્કેલી
પ્રસૂતિ સમયે મુશ્કેલી સર્જાતા સ્ટેલોનને તેના સ્વરૂપ, તેના હોઠ, જીભ, અને દાઢીના અંગો સહિત ચહેરાની નીચલી ડાબી બાજુએ નુકસાન થયું. આ એક એવો અકસ્માત હતો જેણે સ્ટેલોનને તેની વિશિષ્ટતા સમાન ખતરનાક દેખાવ અને થોડી અસ્પષ્ટ બોલી આપી. સ્ટેલોનને ખ્રિસ્તી ધર્મની દીક્ષા અપાઇ અને તેમનો ઉછેર કેથોલિક ઢબે થયો. તેના માતા-પિતાનું લગ્ન જીવન ખૂબ મુશ્કેલીભર્યું પસાર થયું હોવાના કારણે તેમણે તેના પ્રથમ પાંચ વર્ષ હેલ્સ કિચનમાં, ફોસ્ટર્સ હોમમાં રહીને પસાર કર્યાં.
સ્ટેલોનના વિચિત્ર ચહેરાના કારણે તેમને શાળામાં અલગ પાડી દેવાયા જ્યાં તેમને ઘણી વાર લડાઇ થતી અન્ય વર્તનને લગતી સમસ્યાઓ અને નબળા ગુણોને લીધે તેમેને બરતરફ કરવામાં આવ્યા. તેના પિતા એક બ્યૂ્ટીશીયન (સૌંદર્યવર્ધક) હતા, તેઓ પરિવાર સહિત વોશિંગ્ટન ડીસી ચાલ્યા ગયા, જ્યાં તેમણે એક બ્યૂટી સ્કૂલ ખોલી. 1954માં તેની માતાએ મહિલાઓ માટેની બાર્બેલા'ઝ નામની વ્યાયામ શાળા ખોલી. સ્ટેલોન 11 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાના તલાક થયા...
સ્ટેલોનની ફિલ્મોમાં ભૂમિકા
સ્ટેલોન હોલીવૂડ ફિલ્મોમાં એક્શન ભૂમિકાઓ માટે પ્રખ્યાત છે. તેઓઓ ભજવેલા પાત્રોમાંના બે પાત્રોમાં મુક્કેબાજ રોકી બલ્બોઆ અને જોહ્ન રેમ્બોનો સમાવેશ થાય છે. અન્ય ઘણી ફિલ્મો સાથે, રોકી અને રેમ્બો શ્રેણીએ, તેની એક અભિનેતા તરીકેની પ્રતિષ્ઠા અને બોક્સ ઓફિસ પર કમાણીમાં વધારો કર્યો. સ્ટેલોનની ફિલ્મ રોકીને નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં પ્રવેશ મળ્યો અને ફિલ્મમાં વપરાયેલી સામગ્રીઓને સ્મિથસોનિઅન સંગ્રહાલયમાં મૂકવામાં પણ આવી હતી. 7 ડિસેમ્બર 2010ના દિવસે સ્ટેલોનને બોક્સિંગના હોલ ઓફ ફેઇમમાં સમાવેશ માટે મત અપાયો હોવાનું જાહેર કરાયું.
અભિનય દરમિાન થયેલી ઈજાઓ
શારિરીક રીતે પડકારરૂપ ભૂમિકાઓ માટે જાણીતા અને પોતાના મોટા ભાગના સ્ટંટ્સ જાતે કરવાની ઇચ્છાના કારણે સ્ટેલોનને તેની અભિનય કારકિર્દી દરમ્યાન ઘણી બધી ઇજાઓનો ભોગ બનવું પડ્યુ. રોકી IV ના એક દ્રશ્ય માટે તેણે ડોલ્ફ લન્ડગ્રનને કહ્યું કે, "તારાથી થઇ શકે એટલી તાકાતથી મને છાતીમાં મુક્કો માર." "ત્યારબાદ તે ચાર દિવસ માટે સેન્ટ જોહ્ન્સ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હતા. ધ એક્સ્પેન્ડેબલ્સ ના એક અભિનેતા સ્ટીવ ઓસ્ટિન સાથે એક લડાઇના દ્રશ્ય વખતે તેમની ગરદન તૂટી ગઇ હતી. ગરદનમાં ધાતુની પ્લેટ દાખલ કરવાની જરૂર પડી.
કારર્કીદી
1970માં સ્ટેલોનને અભિનેતા તરીકેની પ્રથમ ભૂમિકા સોફ્ટકોર પોર્ન ફિલ્મ ધ પાર્ટી એટ કીટી એન્ડ સ્ટડ્સમાં મળી. બે દિવસના કામ માટે $200 અપાયા હતા. સ્ટેલોને પછી સમજાવ્યું કે તેના મકાનમાંથી તેને કાઢી મૂકાયા અને ઘણા દિવસ સુધી બેઘર થયા. આ ફિલ્મ માટે પસંદગીની સૂચના જોયા પહેલા તે ત્રણ અઠવાડિયા સુધી ન્યૂ યોર્ક સિટી પોર્ટ ઓથોરિટી બસ સ્ટેશનમાં સૂતા હતા.
સ્ટેલોનની મૂળ હાર્ડકોર ફૂટેજ બતાવવાના આશયથી ફિલ્મની એક "કાપકૂપ વગરની" આવૃત્તિ 2007માં રજૂ થઇ, પણ વ્યાપાર સામયિક એવીએન (AVN) મુજબ, દાખલ કરાયેલ હાર્ડકોર દ્રશ્યોમાં આ અભિનેતાનો સમાવેશ થતો નહતો. તે બીજા અભિનેતાથકી ભજવવામાં આવ્યા હતા કારણકે સ્ટેલોનને લાગ્યું કે તેણે આ હાર્ડકોર દ્રશ્યો કર્યા હોત તો એ તેની કારકિર્દી માટે સારું ન થાત. 2008માં,ધ પાર્ટી એટ કીટી એન્ડ સ્ટડ્સના દ્રશ્યો રોજર કોલ્મોન્ટની હાર્ડકોર ફિલ્મ વ્હાઇટ ફાયર માં દેખાયાં.
સ્ટેલોન સ્કોર નામના શૃંગારિક ઓફ-બ્રોડવે મંચ નાટકમાં પણ ચમક્યો જે ઓક્ટોબર 28 - નવેમ્બર 15, 1971 સુધી માર્ટિનીક થિએટરમાં 23 ખેલો સુધી ચાલ્યું અને પછી તેણે રેડલી મેત્ઝગરની એક ફિલ્મ કરી.
અંગત જીવન
સ્ટેલોને ત્રણ વાખત લગ્ન કર્યાં. 28 વર્ષની વયે, તેણે શાશા ક્ઝેક સાથે લગ્ન કર્યા. દંપતીને બે પુત્રો હતા, સેજ મૂનબ્લડ (જન્મ. મે 5, 1976) અને સર્જીઓ (જન્મ. 1979). તેના નાના પુત્રને નાની વયે ઓટિઝમ હતું. આ દંપતીએ 14 ફેબ્રુઆરી 1985ના દિવસે તલાક લીધા. 15 ડિસેમ્બર 1985ના દિવસે, બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં, તેમણે મોડલ અને અભિનેત્રી, બ્રિગિટ નીલ્સન સાથે લગ્ન કર્યા. બે વર્ષ સુધી ચાલ્યા બાદ, તૂટી ગયેલા, સ્ટેલોન અને નીલ્સનના લગ્નને, સમાચારપત્રોના મુદ્રકોએ ખૂબ પ્રસિદ્ધિ આપી. મે 1977માં સ્ટેલોને જેનિફર ફ્લેવિનસાથે લગ્ન કર્યા, તેમની ત્રણ પુત્રીઓ છે સોફિયા રોઝ (જન્મ ઓગસ્ટ 27, 1996), સિસ્ટાઇન રોઝ (જન્મ. જૂન 27, 1998), અને સ્કારલેટ રોઝ (જન્મ. 25 મે, 1997)
સ્ટેલોન લાંબા સમયથી રિપબ્લિકન સમર્થક છે અને 2008ની પ્રમુખ માટેની ચૂંટણીમાં તેણે જાહેરમાં સેનેટર જોહ્ન મેક્કેઇનનો પ્રચાર કર્યો હતો. બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર સિલ્વેસ્ટર સ્ટેલોને આદર્શ માને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube