મુંબઇ: તાપસી પન્નૂ ટૂંક સમયમાં વધુ એક ફિલ્મમાં જોવા મળશે. તાપસીની આ ફિલ્મનું નામ તો સામે આવ્યું નથી પરંતુ એકદમ રસપ્રદ પોસ્ટર જરૂર સામે આવ્યું છે. આરએસવીપી આ ફિલ્મમાં તાપસી પન્નૂ રશ્મિ હશે. ફિલ્મમાંથી તાપસીના લુકની તસવીર સામે આવી છે, જેમાં અભિનેત્રીના બોહેમિયન લુકને લોકોને ઉત્સાહિત કરી દીધા છે. જોકે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. તાપસી પન્નૂએ ચાર અલગ-અલગ ભાગ શેર કર્યા છે અને આ ભાગની સાથે એક કેપ્શન લખી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ કે સૌથી પહેલાં રણમાં ચાલતા પગનો ફોટો શેર કર્યો છે. પગમાં એક મોટું કડું પહેયું છે. તેના પર તેણે કેપ્શન લખી છે કે ' પગ જમીન પર ચાલવા માટે છે પરંતુ તેનું લક્ષ્ય બાઉંડ્રીઝને પાર કરવાનો છે કારણ કે કોઇપણ સપનું મોટું હોતું નથી.' એવી જ રીતે તેમણે એક ચહેરાનો ફોટો શેર કર્યો છે, જેમાં આંખો પર ફોકસ કરવામાં આવ્યો છે. તેના પર તે કેપ્શન લખે છે, આંખ લાઇન ખતમ કરવાનું લક્ષ્ય રાખે છે. તે જોઇ રહી છે એક જૂના કુરિવાજોને તોડશે. 



''ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક'' જેવી વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બાદ, આરએસવીપી હવે આગામી ફિલ્મ માટે કમર કસી રહી છે જોકે તાપસી પન્નૂ અભિનીત એક અનટાઇટલ્ડ ફિલ્મ છે. 



તાપસી પન્નૂના લુકનો ખુલાસો કરનાર બધી પોસ્ટે બધાનો ઉત્સાહ વધારી દીધો છે ત્યારબાદ દર્શકો હવે આતુરતા પૂર્વક ફિલ્મના ટાઇટલની રાહ જોઇ રહ્યા છે જે નિર્માતાઓ પાસેથી વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મની આશા રાખી રહ્યા છે.