નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu)એ એક કવિતાના માધ્યમથી પ્રવાસી મજૂરો (Migrant Laborers) પાસે તે દર્દને અવાજ આપ્યો છે, જેનો સામનો તેમણે કોરોનાકાળમાં કર્યો છે. તાપસીનું કહેવું છે કે આ મહામારી ભારત માટે એક વાયરલ ઇંફેક્શન કરતાં વધુ બદતર રહી છે. આ કવિતાનું શીર્ષક 'પ્રવાસી' છે. આ કવિતાના વીડિયોમાં લોકડાઉન દરમિયાન વાયરસ થયેલા તે તમામ મજૂરોની તસવીરો છે, જેમના દર્દને જોઇને આખો દેશ ભાવુક થઇ ગયો હતો. આ તસવીરો એનિમેશનના રૂપમાં બતાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોની શરૂઆત 'હમ તો બસ પ્રવાસી હૈ, ક્યા આ દેશ કે વાસી હૈ?' આ પંક્તિ સાથે થાય છે.



દર્દભરી એનિમેટેડ તસવીરો સાથે તાપસી બેકગ્રાઉન્ડમાં પોતાના અવાજમાં કવિતા વાંચે છે. તેમાં તે પ્રવાસીઓની સમસ્યા તથા પરેશાનીઓને એટલી સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે, જે કોઇ માણસના દિલને હચમચાવવા માટે પુરતી છે. 


તાપસીએ સોશિયલ મીડિયા પર આ કવિતાને શેર કરી છે. 


તેને પોસ્ટ કરતાં તે લખે છે, ''તસવીરોની એક શૃંખલા, જે કદાચ આપણા દિમાગમાંથી ક્યારેય ભૂંસાશે નહી. આ પંક્તિઓ લાંબા સમય સુધી આપણા મગજમાં ગુંજશે. આ મહામારી ભારત માટે એક વાયરલ ઇંફેક્શનથી બદતર રહી.' 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube