મુંબઈઃ Bhavya Gandhi Unknown Facts: કારોબારી પરિવારમાંથી આવતા લોકો હંમેશા કારોબારમાં પોતાનું કરિયર બનાવે છે. પરંતુ તેની ધુન અલગ રહી. તેણે કારોબારને સાઇડમાં મુકીને અભિનયની દુનિયામાં પોતાની ગાડી ઉતારી દીધી. વાત થઈ રહી છે ભવ્ય ગાંધીની, જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂનું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતો બની ગયો હતો. પરંતુ એક ભૂલ તેના કરિયર પર ભારે પડી. આવો જાણીએ આખરે શું હતી ભવ્ય ગાંધીની ભૂલ અને તેને કેટલું નુકસાન થયું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે શરૂ થયું કરિયર
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ટપ્પૂનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીને આજે કોણ નથી ઓળખતું. ગુજરાતી-જૈન પરિવારમાં જન્મેલા ભવ્યના પિતા વિનોદ ગાંધી બિઝનેસમેન હતા, જ્યારે માતા યશોદા ગાંધી હાઉસવાઇફ છે. હવે સવાલ ઉઠે છે કે કારોબારી પરિવારથી આવતા ભવ્ય પર આખરે એક્ટિંગનો નશો કેમ ચઢ્યો? તેનો માત્ર એક જવાબ છે મુંબઈ. હકીકતમાં ભવ્ય ગાંધી પોતાના માતા-પિતા અને મોટા ભાઈની સાથે મુંબઈમાં રહે છે. આમ ભવ્ય ગ્લેમરની દુનિયાથી દૂર ન રહી શક્યો. 


પહેલી સીરિયલમાં મળી સફળતા
નોંધનીય છે કે ભવ્ય ગાંધીએ ટીવીની દુનિયામાં તારક મેહતા સીરિયલથી પગ મુક્યો હતો. તેણે પોતાના અભિનયથી દરેકને પોતાના દીવાના બનાવી લીધા હતા. જ્યારે ભવ્ય સીરિયલમાં ટપ્પૂનું પાત્ર ભજવી રહ્યો હતો, તે દરમિયાન તેની ફેન ફોલોઇંગ ખુબ વધી ગઈ હતી. 


આ પણ વાંચોઃ રેઈનકોટ પહેરીને બોલ્ડ લુકમાં જોવા મળી Neha Bhasin, Sonamના એરપોર્ટ લુકે મચાવી તબાહી 


ખોટો સાબિત થયો આ નિર્ણય
કરિયરમાં સારી શરૂઆત છતાં ભવ્યએ એક એવી ભૂલ કરી, જે તેના પર ભારે પડી. હકીકતમાં વર્ષ 2017 દરમિયાન ભવ્યએ તારક મેહતા સીરિયલ છોડી દીધી હતી. ત્યારબાદ તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. તેણે વર્ષ 2020 દરમિયાન ફિલ્મ સ્ટ્રાઇકરથી બોલીવુડમાં ડેબ્યૂ પણ કર્યું હતું. પરંતુ તેને તેવી સફળતા ન મળી, જે તારક મેહતામાં ટપ્પૂનું પાત્ર ભજવી મળી હતી. 


ભવ્ય પર લાગી ચુક્યો છે આરોપ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભવ્યના તારક મેહતા છોડવાની પાછળ કારણ અલગ હતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ભવ્યના વ્યવહારથી મેકર્સ પરેશાન હતા, જેના કારણે તેણે એક્ટરને શોમાંથી બહાર કરી દીધો. તો એક ઈન્ટરવ્યૂમાં ભવ્યએ કહ્યું હતું કે તે એક પ્રકારનું પાત્ર ભજવી કંટાળી ગયો હતો. તેવામાં તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube