TMKOC: નાના પડદાના મોટા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના લાખો ચાહકો છે. શોના દરેક પાત્ર દર્શકોના હ્રદય પર રાજ કરે છે. જેઠાલાલ, દયાબેન, ચંપકચાચા, બબીતાજી, હાથીભાઈ, ભીડે, ટપુ વગેરે કલાકાર ઘરે ઘરે ગૂંજે છે. આવામાં આ શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુટિંગ રદ થયું
મીડિયા રિપોર્ટ્સ મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચંપકકાકાને ડોક્ટરે બેડ રેસ્ટ માટે કહ્યું છે. જેઠાલાલાના પિતા ચંપકકાકાની ભૂમિકા  ભજવતા કલાકાર અમિત ભટ્ટને સેટ પર ઈજા થઈ છે. આવામાં તેઓ શૂટિંગ કરી શકે તેમ નથી. એવું કહેવાઈ રહ્યું છે કે અમિત ભટ્ટે એક સીનના શૂટિંગ દરમિયાન ભાગવાનું હતું. ભાગતા ભાગતા તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા. 


સેટ પર ઈજાગ્રસ્ત
અમિત ભટ્ટે સીનના શૂટિંગ દરમિયાન જેવું સંતુલન ગુમાવ્યું તેઓ ઘડામ દઈને જમીન પર પડી ગયા. પડી જવાથી તેમને ઘણી ઈજા થઈ. શૂટિંગમાંથી હાલ તેમને બ્રેક અપાયો છે. આવામાં ડોક્ટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ટીમ મેમ્બર્સ તેમની ઈજાને લઈને પરેશાન છે. આવામાં બધા તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube