Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર સોઢીની ભૂમિકા ભજવનારા અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાય દિવસથી ગૂમ છે. પોલીસ પણ તેમને શોધવાની કોશિશ કરી રહી છે. પરંતુ અભિનેતા વિશે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી. ગુરુચરણ સિંહ આમ અચાનક ગાયબ થઈ જવાથી પરિવાર ખુબ દુખી છે. અભિનેતાના પરિવારના સભ્યો તેમના ઘરે સહિસલામત પાછા ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાના પિતાએ એકવાર ફરીથી પુત્ર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુરૂચરણસિંઘે સોઢીનું પાત્ર ભજવી ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાએ યાદ કરી આ પળો
ગુરુચરણ સિંહના પિતા હરગીત સિંહે પુત્રના ગૂમ થયા પહેલા તેમની સાથે વિતાવેલો છેલ્લો દિવસ યાદ  કર્યો. TOI સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ગુરુચરણે તેમનો બર્થડે સેલીબ્રેટ કર્યો હતો. તેમણે પુત્ર સાથે ઘરમાં જ સમય વિતાવ્યો હતો. ગુરુચરણે તેમના માટે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ શેર કરી હતી. 


આકુળવ્યાકુળ પિતા
અભિનેતાના પિતાએ કહ્યું કે, કોઈ  ખાસ સેલિબ્રેશન થયું નહતું. પરંતુ અમે બધા એક સાથે ઘરમાં હતા, આથી ખુબ સારું લાગ્યું હતું. બીજા દિવસે તે મુંબઈ જવાનો હતો. જે પણ થયું તે ખુબ જ શોકિંગ છે. અમને સમજમાં નથી આવતું કે અમે કેવી રીતે ડીલ કરીએ. અમે બધા ખુબ પરેશાન છીએ. 



ક્યારથી ગૂમ છે ગુરુચરણ સિંહ?
ગુરુચરણ સિંહ 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમનો કોઈ અત્તો પત્તો નથી. તેઓ ન તો એરપોર્ટ પહોંચ્યા કે ન તો મુંબઈ પહોંચ્યા. પુત્ર ન મળતા અભિનેતાના પિતાએ 25 એપ્રિલના રોજ પોલીસમાં ગૂમ થવા અંગે ફરિયાદ કરી હતી. પોલીસે જો કે અપહરણનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી. આ મામલે ઘણા દિવસો વિત્યા છતાં પણ કોઈ અપડેટ નથી. 


ફોન બંધ થઈ ગયો છે


તપાસ દરમિયાન પોલીસને એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યું હતું. અભિનેતા દિલ્હીના પાલમ સહિત અનેક વિસ્તારોના સીસીટીવીમાં પીઠ પર બેગ ટાંગીને પગપાળા જતા જોવા મળ્યા હતા. ગુરુચરણે દિલ્હીમાં એટીએમમાંથી લગભગ 7 હજાર રૂપિયા પણ કાઢ્યા હતા. 24 એપ્રિલ સુધી અભિનેતાનો ફોન પણ કામ કરી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ તે બંધ થઈ ગયો. 


મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે અભિનેતાએ કદાચ પોતે જ ગૂમ થવાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે. જો કે ગુરુચરણ સિંહ વિશે હજુ સુધી કોઈ એવી ચોક્કસ માહિતી સામે આવી નથી. અભિનેતાનો પરિવાર અને તેમના ફેન્સ તેમના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube