તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ જાણીતી અભિનેત્રી એક્ટિંગ છોડીને ચલાવી રહી છે રેસ્ટોરન્ટ, કરે છે કરોડોની કમાણી
Taarak Mehta Ka Ooltah Chashmah Actress Simple Kaul: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની કથિત પ્રથમ પત્ની ગુલાબોનું પાત્ર સિંપલ કૌલે ભજવ્યું હતું.
નવી દિલ્હીઃ Taarak Mehta Ka Ooltah Chashmah Actress Simple Kaul: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ શોને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યાં છે અને તેના પ્રોડ્યુસર અસિત મોદી પર ઘણા આરોપ લાગ્યા છે અને સાથે ઘણા કલાકારો આ શો છોડીને જઈ ચુક્યા છે. કોઈએ અંગત રીતે શો છોડ્યો તો કોઈએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર પૈસા ન આપવાથી લઈને યૌન શોષણ સુધીના આરોપ લગાવ્યા હતા. આ વચ્ચે શોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી સિંપલ કૌલે પોતાની ટીવી જર્ની પર વાત કરી સાથે જણાવ્યું કે પડદાથી દૂર થઈને શું કરી રહી છે.
સિંપલ કૌલે કયાં કર્યું છે કામ
તમને સિંપલ કૌલ યાદ છે જેણે તારક મેહતામાં જેઠાલાલની કથિત પ્રથમ પત્ની ગુલાબોનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેના કરિયરની ઉડાન નહીં મળી અને તે ‘શરારત’, ‘બખરવાડી’, ‘જિદ્દી દિલ માને ના’, ‘ખિચડી’, ‘ઓયે જસ્સી’અને અન્ય ટીવી શોનો ભાગ રહી છે. ઘણા હિટ શોમાં કામ કર્યા બાદ અભિનેત્રી હવે મુંબઈ અને અન્ય સ્થળે રેસ્ટોરન્ટ ચેન ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ રામાયણ ફિલ્મના સેટ પરથી લીક થઈ ફોટો, લારા દત્તા અને અરુણ ગોવિલના લુક થયા રિવીલ
એક્ટિંગથી દૂર થઈને ચલાવી રહી છે રેસ્ટોરન્ટ
2002માં શો જિદ્દી દિલ માને નામાં એક મુખ્ય ભૂમિકા નિભાવનાર સિંપલે હવે ખુદને પડદાથી દૂર કરી લીધી છે અને પોતાનું ધ્યાન બિઝનેસ પર લગાવ્યું છે. તેણે પોતાની મિત્ર અદિતિ મલિકની સાથે મળી પોતાનું કરિયર શરૂ કર્યું છે. સિંપલે મુંબઈમાં પોતાનું રેસ્ટોરન્ટ 1બીએચકે શરૂ કર્યું, જે હવે શહેરમાં ખુબ ફેમસ થઈ ગયું છે. તે હોમમેડ કેફે ઓશિવારા, જુહૂ અને વાશી વિસ્તારમાં ચલાવી રહી છે.
સિંપલ કૌલ રેસ્ટોરન્ટનો બિઝનેસ સંભાળી રહી છે
સિંપલ કૌલને ટીવી પર ઓળખ તો મળી પરંતુ બાદમાં કામ મળવાનું બંધ થઈ ગયું તો તે ટીવીથી દૂર થઈ ગઈ. હવે તે પોતાના બિઝનેસ દ્વારા કરોડપતિ બની ગઈ છે. ડીએનએના એક રિપોર્ટ પ્રમાણે અભિનેત્રીની કુલ સંપત્તિ 25 કરોડથી વધુ છે. હવે તેનો અંધેરીમાં ચાઇનીઝ ફૂડ પર બેસ્ડ વધુ એક રેસ્ટોરન્ટ શરૂ કરવાનો ટાર્ગેટ છે.