Taarak Mehta Ka Ooltah Chashmah: શૈલેષ લોઢાનો કેસ જીત્યાનો દાવો ખોટો? અસિત મોદીએ આપ્યું મોટું નિવેદન
Taarak Mehta Ka Ooltah Chashmah: શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ મેકર્સ પર ફી ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. શૈલેષે જણાવ્યું હતું કે હાલમાં જ તેઓ કેસ જીતી ગયા અને અસિત મોદીએ તેમને એક કરોડ રૂપિયા ચૂકવવા પડશે. હવે અસિત મોદીએ આ સમગ્ર મામલે જવાબ આપ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં સપડાઈ રહ્યો છે. શોના મેકર્સ પર અનેકવાર ચોંકાવનારા આરોપ લાગી ચૂક્યા છે. આવો જ એક મામલો તાજેતરમાં આવ્યો હતો કે શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ મેકર્સ પર ફી ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. શૈલેષે જણાવ્યું હતું કે હાલમાં જ તેઓ કેસ જીતી ગયા અને અસિત મોદીએ તેમને એક કરોડ રૂપિયા ચૂકવવા પડશે. હવે અસિત મોદીએ આ સમગ્ર મામલે જવાબ આપ્યો છે.
જ્યારે શૈલેષ લોઢાએ આ દાવો કર્યો ત્યારે અસિત મોદીએ તે વખતે કોઈ રિએક્શન આપ્યું નહીં પરંતુ હવે પ્રોડ્યુસરે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. અસિતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે શૈલેષે જે પણ કહ્યું કે તેઓ કેસ જીતી ચૂક્યા છે તે તેમણે ખોટું કહ્યું છે. તેમણે કહ્યું કે કોર્ટના ઓર્ડર મુજબ અમારા બંનેની આપસી સહમતિથી સમાધાન થયું છે. તેઓ કોઈ કોર્ટ કેસ જીત્યા નથી.
અસિત મોદી સ્તબ્ધ છે કે શૈલેષ આવા આરોપ કેમ લગાવી રહ્યા છે અને જુઠ્ઠાણું કેમ ફેલાઈ રહ્યા છે. તેમણે આ હદ સુધી કેમ જવું પડ્યું. અસિતે શૈલેષના આરોપો ઉપર પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ એક્ટર શો છોડીને જાય છે ત્યારે તેની એક પ્રક્રિયા હોય છે અને તેણે કેટલાક પેપર્સ સાઈન કરવા પડે છે. જેને શૈલેષે સાઈન કરવાની ના પાડી હતી. આથી તેમનું પેમેન્ટ અટક્યું હતું. અસિતે આ મામલે બેસીને વાત કરવાની જગ્યાએ NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) પાસે જઈને વાત કોર્ટ કેસ સુધી પહોંચાડવી જ યોગ્ય સમજી. અસિતે શૈલેષને પરિવારની જેમ ગણાવ્યા અને કહ્યું કે હું તેમના વર્તનથી ખુબ નારાજ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube