Taarak Mehta Ka Ooltah Chashmah Munmun Dutta And Raj Anadkat Pictures Viral: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોને ખુબ ગમતો શો છે અને સતત 13 વર્ષથી તે લોકોને પેટ પકડીને હસાવ્યા કરે છે. આવામાં શોના દરેક પાત્ર લોકોના હ્રદયમાં વસેલા છે. શોના મુખ્ય પાત્રોમાંથી બે એવા બબીતાજી ( મુનમુન દત્તા) અને ટપુ (રાજ અનડકટ)ની જોડી આજકાલ અફેરની અફવાઓના કારણે ખુબ ચર્ચામાં છે. આ જ કડીમાં તેમનો એક ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં બંને ખુબ નીકટ જોવા મળી રહ્યા છે. 


ટીવી અભિનેત્રી મુનમુન દત્તા અને રાજ અનડકટની એક તસવીર સામે આવી છે. આ તસવીરને તેમના ફેન પેજ પર શેર કરાઈ છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે મુનમુન દત્તાએ રાજના હાથમાં હાથ નાખ્યો છે અને બંને સ્માઈલ કરી રહ્યા છે. ફોટો જોયા બાદ એકવાર ફરીથી મુનમુન દત્તા અને રાજ અનડકટના અફેર અને લવ એંગલની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube