TMKOC: 15 વર્ષ પછી પાટિયા પડી જશે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` શોના? જાણો શું કહ્યું અસિત મોદીએ
વારંવાર દયાબેનની વાપસીની વાત કર્યા બાદ પણ મેકર્સ જ્યારે પોતાનું વચન પૂરું કરી શક્યા નહીં તો હવે દર્શકો રાતાપીળા થતા જોવા મળી રહ્યા છે. ઓડિયન્સે શોનો બાયકોટ કરવાનું શરૂ કરી દીધુ છે. શોના બહિષ્કારની માંગણી વચ્ચે હવે તારક મહેતા....ના ઓફ એર થવાની વાતો પણ ખુબ તૂલ પકડી રહી છે. શોના બંધ થવાની ચર્ચા ચગડોળે ચડતા નિર્માતા અસિત મોદીએ પોતે હવે સામે આવીને આ અંગે સ્પષ્ટતા કરી છે.
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. ઓડિયન્સે તેને દિલથી અપનાવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શો પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. શોના જૂના કલાકારો એક પછી એક શો છોડી રહ્યા છે અને નવા કલાકારોને હજુ સુધી દર્શકો એટલું અપનાવી શક્યા નથી. શોમાં દયાબેનના પાત્રમાં જોવા મળતી દિશા વાકાણીના ગયા બાદથી દર્શકો ખુબ નિરાશ હતા અને સતત તેને પાછી લાવવાની માંગણી થઈ રહી હતી. જેને જોતા અસિત મોદીએ વચન આપ્યું હતું કે દયાબેન તરીકે દિશા વાકાણી જલદી શોમાં પાછી ફરશે પરંતુ આમ બન્યું નહીં.
વારંવાર દયાબેનની વાપસીની વાત કર્યા બાદ પણ મેકર્સ જ્યારે પોતાનું વચન પૂરું કરી શક્યા નહીં તો હવે દર્શકો રાતાપીળા થતા જોવા મળી રહ્યા છે. ઓડિયન્સે શોનો બાયકોટ કરવાનું શરૂ કરી દીધુ છે. શોના બહિષ્કારની માંગણી વચ્ચે હવે તારક મહેતા....ના ઓફ એર થવાની વાતો પણ ખુબ તૂલ પકડી રહી છે. શોના બંધ થવાની ચર્ચા ચગડોળે ચડતા નિર્માતા અસિત મોદીએ પોતે હવે સામે આવીને આ અંગે સ્પષ્ટતા કરી છે.
શું કહ્યું અસિત મોદીએ?
ટેલી ચક્કરના એક રિપોર્ટ મુજબ અસિત મોદીએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે આ શો બંધ થવાનો નથી. રિપોર્ટ મુજબ તેઓ કહે છે કે, હું અહીં મારા દર્શકોનું મનોરંજન કરવા માટે છું અને હું મારી ઓડિયન્સને ક્યારેય ખોટું નહીં કહું. કેટલાક કારણોસર અમે દયાના પાત્રને સમયસર પાછું લાવી શક્યા નહીં પરંતુ તેનો અર્થ એ નથી કે તેમના પાત્રની શોમાં વાપસી થશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, દયાબેનના પાત્રમાં દિશા વાકાણી હશે કે પછી કોઈ બીજુ તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ મારું દર્શકોને વચન છે કે દયાબેન પાછા આવશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ક્યાંય જવાનો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube