Taarak Mehta ka Ooltah Chashmah: જેઠાલાલને પડી જશે જલસા! દયાબેન કે મહેતા સાહેબ કોઈક તો પાછું આવશે
Taarak Mehta ka Ooltah Chashmah સિરીયલ જોતા દર્શકો માટે આ વાત જાણવી ખુબ જરૂરી છે. જેઠાલાલનું જીવન કેવી રીતે બદલાઈ રહ્યું છે એ પણ જોવા જેવું છે.
નવી દિલ્લીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ઘણીવાર મુશ્કેલીઓ સામે લડતા જોવા મળે છે. તેમના જીવનમાં એક મુસીબતનો અંત નથી આવતો કે બીજી આવે છે, પરંતુ આ વખતે તેમને ખુશીના સમાચાર મળવાના છે..હા.. જેઠાલાલના જીવનમાં ખુશ રહેવાના ચાન્સ ઓછા છે અને આ વખતે જ્યારે આ તક આવી છે ત્યારે લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે ખુશીના સમાચાર શું છે?.
શું દયાબેન, મહેતા સાહેબ કે ટપ્પુ પાછા આવશે?
જેઠાલાલના જીવનમાં ખુશીની ક્ષણનો ઉલ્લેખ થતાં જ દયાબેનના પાછા ફરવાની સાથે જ વાતનો અંત આવી જાય છે. લોકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને લોકોને લાગી રહ્યું છે કે કદાચ આ જ સારા સમાચાર છે. કાં તો દયાબેન, કે ટપ્પુ કે મહેતા સાહેબમાથી કોઈ શો માં આવવાનું છે..પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે.
જેઠાલાલ અમેરિકા જશે-
હા....તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો લેટેસ્ટ પ્રોમો રીલિઝ થયો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલને અમેરિકા જવાનો મોકો મળ્યો છે.. હવે આ સમાચારમાં કેટલું સત્ય છે, શું જેઠાલાલ સપનું નથી જોતા ને, શું જેઠાલાલ ખરેખર અમેરિકા જઈ રહ્યા છે અને જો તે સાચું છે તો જેઠાલાલને શા માટે અને કોણ અમેરિકા મોકલે છે તે આવનારા એપિસોડમાં ખબર પડશે.