નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોનો ફેવરિટ શો છે. આ શો અનેક વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના મનમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. ફેન્સ તેમના વિશે નાનામાં નાની વાત જાણવા ઉત્સુક રહેતા હોય છે. હવે આ શોમાં કામ કરી ચૂકેલા એક કલાકારની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો તેને જોઈને અચંબિત થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળ કલાકારો પણ લોકોમાં એટલા જ લોકપ્રિય છે. દર્શકોએ આ કલાકારોને નાનાથી મોટા થતા જોયા છે. શોનો ભાગ રહી ચૂકેલા કલાકાર ભવ્ય ગાંધી એટલે કે જૂના ટપુને લોકો હજુ પણ એટલો જ પ્રેમ કરે છે. તેની તસવીરો અને વીડિયો છાશવારે વાયરલ થતા રહે છે. અભિનેતા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે. તે તેના કામ અને જિમ સંબંધિત અપડેટ શેર કરતો રહે છે. એકવાર ફરીથી ભવ્યની કેટલીક તસવીરો ચર્ચામાં આવી ગઈ છે. તસવીરો જોઈને તમને તેને ઓળખી જ નહીં શકો કે આ ભવ્ય છે. 



સામે આવેલી તસવીરોમાં ભવ્ય એકદમ અલગ લૂકમાં જોવા મળે છે. ભવ્ય એક સરદારના લૂકમાં છે અને તેના ચહેરા પર દાઢી મૂછ અને માથે પાઘડી છે. જો કે આ તસવીર અત્યારની નથી પરંતુ જૂની છે. વર્ષ 2019માં ભવ્યએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેના આ ફોટો જોઈને ફેન્સ ચોંકી ગયા છે. ક્યૂટ દેખાડા ટપુને આ તસવીરમાં તમે જરાય ઓળખી નહીં શકો. 



વાત જાણે એમ છે કે ભવ્ય ગાંધીએ ત્રણ તસવીરો પોસ્ટ કરી હતી. પહેલી તસવીરમાં તે મૂછ વગરનો છે. બીજામાં દાઢી મૂછ તો છે પણ પાઘડી નથી. જ્યારે ત્રીજી તસવીરમાં દાઢી મૂછની સાથે સાથે પાઘડી પણ છે. આ તસવીરો દ્વારા તેણે સંદેશ આપ્યો હતો અને બધા ધર્મોને એક સમાન ગણાવ્યા હતા. તસવીરના કેપ્શનમાં ભવ્ય ગાંધીએ લખ્યું હતું કે 'પહેલા એક માણસ'.


અત્રે જણાવવાનું કે ભવ્ય ગાંધી હવે તારક મહેતા શોનો ભાગ નથી. તેણે અનેક વર્ષો પહેલા શોને અલવિદા કરી દીધી હતી. હવે તે ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. ભવ્ય ગાંધીએ પોતાનું ફિઝિકલી પણ ગજબનું ટ્રાન્સફોર્મ કર્યું છે. આજકાલ તે જીમ ફ્રિક થઈ ગયો છે. જૂની તસવીરો અને નવી તસવીરોમાં આ ફરક સ્પષ્ટ જોવા મળે છે. હવે ટપુની ભૂમિકામાં રાજ અનડકટ જોવા મળે છે. તેને પણ દર્શકોનો એટલો જ પ્રેમ મળે છે.