નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેમના અંગત જીવન વિશે જાણવા માંગે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક વિશાળ સ્ટારકાસ્ટ છે. આમાં સૌથી વધુ લોકપ્રિય દિલીપ જોશી (Dilip Joshi) છે, જે જેઠાલાલનો (Jethalal) રોલ કરે છે. દિલીપ જેશીએ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને આપવા માંગે છે મેસેજ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta ka Ooltah Chashmah) જેઠાલાલની (Jethalal) ભૂમિકા નિભાવનારા દિલીપ જોશીના (Dilip Joshi) જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા. અભિનેતાએ ખૂબ હિંમતથી તેમની તમામ મુશ્કેલીઓને દૂર કરી છે. એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જેશીએ લોકોની સમક્ષ તેમની જેઠાલાલની યાત્રા અને સંઘર્ષના દિવસોની વાત કરી હતી. દિલીપ જોશીએ કહ્યું હતું કે, 'જ્યારે શો શરૂ થયો ત્યારે અમારા બધાના મનમાં એક જ વિચાર હતો કે ટીવી પર સાસુ-વહુ, ધરમાં લડાઈઓના ઘણાં નકારાત્મક શો આવે છે, આ દરમિયાન અમે લોકોના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી રહ્યા છીએ. તો એવામાં શું કામ અમે સમાજને પોઝિટિવ કોઈ મેસેજ ન આપીએ.


આ પણ વાંચો:- Himesh Reshammiya ને કેમ લાફો મારવા માંગતા હતા Asha Bhonsle, જાણો એવું તો શું થયું હતું


કેવી રીતે મળ્યું જેઠાલાલનું પાત્ર
દિલીપ જોશીએ (Dilip Joshi) વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમને જેઠાલાલ અને ચંપકલાલમાંથી પોતાને ગમતી ભૂમિકા પસંદ કરવાની તક મળી હતી. દિલીપ જોશીએ કહ્યું કે, જ્યારે અસિત મોદીએ મને કહ્યું કે, તેઓ સિરિયલ બનાવે છે, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો. મને લાગ્યું ખુબ મજા આવશે. મને પહેલા અસિતે જેઠાલાલ અને ચંપકલાલ બંને પાત્રોમાંથી એક પાત્ર પસંદગી કરવા કહ્યું હતું. મેં કહ્યું કે ચંપકલાલનો રોલ હું નહીં કરું અને જેઠાલાલનો પણ રોલ નહીં કરું કેમ કે, હકિકતમાં કેરિકેચર વાળો જેઠાલાલ ઘણો દૂબળો અને પાતળો હતો તેમજ ચાર્લી મૂછ વાળો હતો. હું તેના જેવો દેખાતો જ નથી. પછી મેં કહ્યું કે, જેઠાલાલનો રોલ કરવાનો પ્રયત્ન કરી શકું છું. અસિત મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, હું જે પણ ભૂમિકા નિભાવીશ તે સારી રીતે કરીશ.



આ પણ વાંચો:- ગંદી બાત વાળી આભાએ સોશલ મીડિયા પર લગાવી છે આગ, સેક્સી અંદાજ જોઈ ચાહકોના ઉડી ગયા છે હોશ!


જ્યારે આવ્યો મુશ્કેલ સમય
આ દરમિયાન જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશીએ (Dilip Joshi) તેમના મુશ્કેલ સમય વિશે જણાવ્યું હતું. ઘણાં વર્ષો સુધી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યા પછી પણ, તેમના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેની પાસે કામ નહોતું. આ વિશે વાત કરતાં જેઠાલાલે કહ્યું હતું કે 'આ એક અસુરક્ષિત લાઇન છે, એવું નથી કે જો તમારું કોઈ પાત્ર હિટ થઈ જાય તો તમને ઘણી ભૂમિકાઓ મળવાનું ચાલુ રહેશે. મને જેઠાલાલનો રોલ મળ્યો તે પહેલા મારી પાસે દોઢ વર્ષ સુધી કોઈ કામ નહોતું. હું જે સિરિયલમાં કામ કરતો હતો તે બંધ થઈ જતી હતી અને નાટક પૂરું થઇ જતું હતું. આવી સ્થિતિમાં દોઢ વર્ષથી મારી પાસે કામ જ નહોતું. તે સમયગાળો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. આ ઉંમરે કઈ નવી લાઇન પકડવી તે હું સમજી શક્યો નહીં, પરંતુ ભગવાનની કૃપાથી મને આ સિરિયલ મળી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube