નવી દિલ્હીઃ હાલમાં સમાચાર આવ્યા હતા કે "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી  (Dilip Joshi) અને ટપ્પુ (Tappu) રાજ અનડકટ  (Raj Anadkat) વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બન્ને એકબીજાની સામે પણ જોતા નથી. હવે આ અહેવાલો પર દિલીપ જોશીએ જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સ્પોટબોય' અનુસાર, આ વિશે જાણવા માટે દિલીપ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું- આ ખરેખર બકવાસ છે. આ પ્રકારની ખોટી કહાનીઓ કોણ બનાવે છે? તો આ વિશે રાજ અનડકટ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. 


શૈલેષ લોઢા સાથે પણ આવ્યા હતા આવા સમાચાર
મહત્વનું છે કે આ પહેલા દિલીપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે પણ બધુ બરાબર ન હોવાની વાત સામે આવી હતી. ત્યારે શૈલેષ લોઢાએ સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, તેમના અને દિલીસ જોશી વચ્ચે બધુ બરાબર છે. તેમણે કહ્યું હતું કે, રિયલ લાઇફમાં દિલીપ જોશીની સાથે તેમનો સંબંધ રીલ લાઇફથી પણ વધુ મજબૂત છે. 


આ પણ વાંચો- પોતાના નામની મટન શોપ જોઈ ચોંકી ગયો Sonu Sood, જવાબ આપી કહ્યું- હું શાકાહારી છું


રાજ અનડકટ નિભાવી રહ્યો છે ટપ્પૂની ભૂમિકા
મહત્વનું છે કે રાજ અનડકટ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પુત્ર ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો છે. પહેલા આ ભૂમિકા અભિનેતા ભવ્ય ગાંધી  (Bhavya Gandhi) નિભાવી રહ્યો હતો, પરંતુ 2017માં તેણે શોને અલવિદા કહી દીધુ હતું. ત્યારથી રાજ અનડકટ આ પાત્રમાં જોવા મળી રહ્યો છે. 


હાલમાં એવો રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે, રાજ અનડકટે સેટ પર દિલીપ જોશીને એક કલાક રાહ જોવડાવી, ત્યારબાદ બન્ને વચ્ચે વિવાદ વધી ગયો હતો. દિલીપ જોશી શૂટિંગ માટે સમય પર પહોંચી ગયા પરંતુ રાજ મોડો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube