નવી દિલ્હી: પોપુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ફેમસ પાત્ર જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી (Dilip Joshi) ના ઘરમાં શરણાઇ ગૂંજી રહી છે. તેમની પુત્રી નિયતીના પ્રી-વેડિંગ ફંકશન્સ શરૂ થઇ ગયા છે. તે ખૂબ જલદી લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ દરમિયાન વેડિંગ ફંક્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દિલીપ જોશી જોરદાર નાચતા જોવા મળી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષ નાના પ્રેમી સાથે વેકેશન માણી રહી છે મલાઇકા, કપડાં ઉતારી શેર કર્યા બોલ્ડ ફોટો


ઢોલના બીટ પર કર્યો જોરદાર ડાન્સ
વીડિયોમાં જોઇ શકાય છે કે પુત્રીની સંગીત સેરેમનીમાં દિલીપ જોશી (Dilip Joshi) બ્લૂ ક્લરના કુર્તામાં જોવા મળી રહ્યા છે. ઢોલના તાલને સાંભળી પોતાને રોકી શક્યા નહી અને જોરદાર ડાન્સ કરવા લાગ્યા. પુત્રીના લગ્નની ખુશી દિલીપ (Dilip Joshi) ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. તેમણે ઢોલના તાલે જોરદાર ડાન્સ કર્યો, જેને જોઇને મહેમાનો પણ આશ્વર્યમાં પડી ગયા. 



ગીત ગાઇને જમાવ્યો માહોલ
દિલીપ જોશી (Dilip Joshi) ડાન્સની વચ્ચે વચ્ચે ગરબા કરતાં પણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કેટલીક મહિલાઓ પણ તેમના બેકગ્રાઉન્ડમાં ડાંડીયા રમતી જોવા મળી રહી છે. વીડિયોના લાસ્ટમાં દિલીપ જોશી (Dilip Joshi) સિંગર સાથે હાથમાં માઇક લઇને ગાતા પણ જોવા મળી રહ્યા છે. પુત્રીની સંગીત સેરેમનીમાં દિલીપ જોશી (Dilip Joshi) નું ફૂલઓન સ્વૈગ જોવા મળ્યું. 

Taarak Mehta ટપ્પૂ અને બબીતા બાદ હવે ગોલી અને જૂની સોનું વચ્ચે શું રંધાઇ રહ્યું છે? PHOTO પર ફેન્સે પૂછ્યા સવાલ


આ દિવસે થશે પુત્રીના લગ્ન
રિપોર્ટના અનુસાર દિલીપ જોશી (Dilip Joshi) ની પુત્રી નિયતીના લગ્ન મુંબઇની તાજ મહેલ પેલેસમાં 11 ડિસેમ્બરના રોજ થશે. તેમણે આ લગ્નમાં અસિત મોદી, દિશા વાકાણી, શૈલેષ લોઢા સહિત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની પુરી સ્ટારકાસ્ટને ઇનવાઇટ કરી છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી આ લગ્નમાં ભાગ લઇ શકશે નહી. જોકે લગ્ન પહેલાં તે દિલીપ જોશીના પરિવારને મળ્વા પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube