`Taarak Mehta` ફેમ મુનમુન દત્તાની ધરપકડની માંગ, અભિનેત્રીએ માંગી માફી, જાણો શું છે વિવાદ
મુનમુને એક વીડિયોમાં જાતિ વિશેષ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ ગયો અને ઘણા લોકોએ તેની વિરુદ્ધ ગુસ્સો જાહેર કરતા ધરપકડની માંગ કરી હતી.
નવી દિલ્હીઃ 'તારક મેહતા કા ઉલ્ટી ચશ્મા' ( Taarak Mehta Ka Ooltah Chashmah) માં બબીતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) પોતાના એક વીડિયોને લઈને ખુબ ચર્ચામાં છે. મુનમુન એક વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી અને ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ અભિનેત્રીની ધરપકડની માંગ કરવા લાગી, ત્યારબાદ મુનમુને બધાની માફી માંગી છે.
મુનમુનનો વીડિયો વાયરલ
હકીકતમાં હાલમાં મુનમુને એક વીડિયોમાં જાતિ વિશેષ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ ગયો અને ઘણા લોકોએ તેની વિરુદ્ધ ગુસ્સો જાહેર કરતા ધરપકડની માંગ કરી હતી. ટ્વિટર પર #ArrestMunmunDutta ટ્રેન્ડ થઈ રહ્યો છે.
Corona ની મહામારીમાં ભારતની મદદ કરવા મહાનાયકે દુનિયાને કરી આજીજી, કોવિડ કેર માટે આપ્યાં 2 કરોડ
દરેકને માફી માંગવા ઈચ્છુ છું
પોતાની પોસ્ટમાં મુનમુને લખ્યુ- એકવાર જ્યારે મને તેનો અર્થ સમજાવવામાં આવ્યો મેં તત્કાલ તે ભાગ કાઢી નાખ્યો. મારૂ દરેક જાતિ, પંથ કે લિંગ માટે દરેક વ્યક્તિ માટે અત્યંત સન્માન છે અને આપણા સમાજ કે રાષ્ટ્રમાં તેના યોગદાનને હું સ્વીકાર કરુ છું. હું ઈમાનદારીથી દરેક વ્યક્તિની માફી માંગવા ઈચ્છુ છું જે શબ્દના ઉપયોગથી અજાણતા દુખી થયા છે અને મને તેના માટે ખેદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube