Roshan Singh Sodhi Life Struggle: ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલનારા શોમાંથી એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ લોકોનો મનપસંદ શો છે. આ કોમેડી સિરિયલ છેલ્લા લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોની સ્ટારકાસ્ટ ભલે લાંબી લચક હોય પરંતુ લોકોને દરેક પાત્ર ખુબ ગમે છે અને તેમના હ્રદય પર રાજ કરે છે. આ શોમાં શરૂઆતથી જોડાયેલા કલાકારોમાંથી અનેક કલાકારોએ જો કે શોને અલવિદા કરી દીધી છે. શોના કલાકારો રીલ લાઈફમાં તો દર્શકોને ખુબ જ હસાવે છે પરંતુ અનેક કલાકારોના રીયલ લાઈફમાં એવી એવી ઘટનાઓ ઘટી છે જેને જાણીને તમે આઘાત પામશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો
આવા જ એક કલાકાર છે ગુરુચરણ સિંહ જેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું. હતું. આ પાત્રમાં તેમણે જીવ રેડી દીધો હતો. દર્શકો આજે પણ તેમના અભિનયને યાદ કરે છે. ગુરુચરણ સિંહ પોતાના બિન્દાસ અંદાજથી ખુબ લોકપ્રિય થયા હતા. આજે ભલે તેઓ શોનો ભાગ નથી પરંતુ જ્યારે પણ રોશન સિંહ સોઢીનું નામ આવે ત્યારે દર્શકો સામે સૌથી પહેલા તો ગુરુચરણ સિંહનો ચહેરો જ આવે છે. લોકોને હસાવીને લોથપોથ કરી નાખતા ગુરુચરણ સિંહના જીવનમાં ડોકિયું કરીએ તો આ લોકપ્રિયતા મેળવ્યા પહેલા તેઓ ખુબ મુશ્કેલીઓમાં હતા. તેમણે મજબૂરીમાં મુંબઈ આવવું પડ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube