'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા ગુરુચરણ સિંહને ગૂમ થયે લગભગ બે અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પરંતુ હવે જે અપડેટ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. અત્રે જણાવવાનું કે 22મી એપ્રિલના રોજ ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ફ્લાઈટ પકડવા ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેમણે ફ્લાઈટ પકડી નહીં અને મુંબઈ પણ પહોંચ્યા નહીં. પોલીસ  હાલ આ મામલે તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેસની લેટેસ્ટ અપડેટે ચોંકાવ્યા
કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુરુચરણ સિંહ અનેક બેંક એકાઉન્ટ યૂઝ કરતા હતા. એક બે નહીં પરંતુ 10થી વધુ બેંક એકાઉન્ટ્સથી તેમની લેવડદેવડની વાત સામે આવી છે. એટલું જ નહીં રિપોર્ટમાં તો એમ પણ દાવો કરાયો છે કે 'રોશન સિંહ સોઢી' ની આર્થિક સ્થિતિ સારી નહતી. આવામાં તેઓ અનેક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કરતા હતા. આ વાત પોલીસે પણ જણાવી હતી. 


દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ગુરુચરણ સિંહના ગૂમ થયા મામલે કેસની તપાસ કરી રહી છે. 50 વર્ષના અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક સમયથી મુંબઈ છોડીને દિલ્હીમાં તેમના માતા પિતા સાથે રહેતા હતા. પરંતુ 22 એપ્રિલ 2024ના રોજથી તેમનો કોઈ અતોપત્તો નથી. 


અભિનેતાના બેંક એકાઉન્ટ
એએનઆઈના જણાવ્યાં મુજબ પોલીસને ગુરુચરણ સિંહ કેસમાં એવી જાણકારી મળી છે કે તેઓ 10થી વધુ બેંક ખાતાનો ઉપયોગ કરતા હતા. જો કે અભિનેતા આર્થિક તંગી સામે પણ ઝઝૂમી રહ્યા હતા. એવું કહેવાય છે કે તેઓ કેશ ખતમ થઈ જતા એક ક્રેડિટ કાર્ડથી બીજાનું બીલ ભરતા હતા. છેલ્લે તેમણે 14000 રૂપિયા એટીએમમાંથી કાઢ્યા હતા. 



પરિવારે શું જણાવ્યું
ગુરુચરણ સિંહ વિશે કેટલાક નીકટના લોકોએ તો એવું પણ જણાવ્યું છે કે અભિનેતાનો ઝૂકાવ છેલ્લા કેટલાક સમયથી આધ્યાત્મિકતા તરફ પણ હતો. તઓ સતત પહાડો પર જવાની વાત કરતા હતા. જ્યારે ગુરુચરણ સિંહના પિતા  હરગીત સિંહ પુત્રને લઈને ખુબ ચિંતિત છે. હજુ આ કેસમાં કોઈ જ નક્કર પુરાવો મળી શક્યો નથી. 


ક્યારે થયા ગૂમ
ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ જવા માટે 22 એપ્રિલ 2024ના રોજ ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેઓએ ફ્લાઈટ પકડી નહીં અને મુંબઈ ન પહોંચ્યા. આ બધા વચ્ચે તેમનો ફોન પણ સતત બંધ આવતો હતો. આવામાં પરેશાન માતાપિતા અને મિત્રોએ તેમના ગૂમ થવા અંગે પોલીસ ફરિયાદ કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube