નવી દિલ્હી: નાના પડદાના લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આટલા સમયમાં શોના અનેક કલાકારો બદલાઈ ચૂક્યા છે પરંતુ કહાનીનો ટ્રેક અને મૂળ પ્લોટ એક જ રહ્યો છે. તાજેતરમાં શોમાં નટુકાકાનું પાત્ર ભજવનારા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઈનલ થયા નવા નટુકાકા!
ઘનશ્યામ નાયક આ શોના સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય પાત્રોમાંથી એક પાત્ર  ભજવી રહ્યા હતા. તેમના નિધન બાદ ફેન્સના મનમાં સવાલ હતો કે હવે કોણ નટુકાકાનું પાત્ર ભજવશે? આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એવી પણ ખબરો આવવાની શરૂ થઈ ગઈ કે મેકર્સે નટુકાકાની ભૂમિકા ભજવવા માટે એક કલાકાર ફાઈનલ કરી લીધો છે. 


કોણ ભજવશે નટુકાકાની ભૂમિકા?
સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સંલગ્ન અપડેટ આપતા એક પેજે નવા નટુકાકાની તસવીર શેર કરી છે. આ નવા અભિનેતા જેઠાલાલની દુકાન પર એ જ ખુરશીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે જે ખુરશીમાં ઘનશ્યામ નાયક બેસતા હતા. અત્રે જણાવવાનું કે આ શો 2008માં શરૂ થયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી ટીઆરપી ચાર્ટમાં આ શો ટોપ 5માં સતત જોવા મળી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube