ઘણા વર્ષોથી લોકોનું ભરપૂર મનોરંજન કરતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રએ લોકોના મનમાં એક આગવી છાપ પાડી છે. દર્શકોના હ્રદયમાં છવાયેલા છે. કલાકારોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. જો કે તાજેતરમાં સીરિયલમાં સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી ચૂકેલા ગુરુચરણ સિંહ ગૂમ થઈ જતા દર્શકો ચિંતામાં મૂકાયા હતા. જો કે પછી તેઓ હેમખેમ ઘરે પાછા ફર્યા હતા. 25 દિવસ બાદ ઘરે પાછા ફરતા પરિવારે રાહતના શ્વાસ લીધા હતા. જો કે હવે ગુરુચરણે જે ખુલાસો કર્યો છે તે અત્યંત ચોંકાવનારો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુચરણ સિંહ જ્યારે ગાયબ થઈ ગયા હતા ત્યારે તેમના અંગે અનેક ખુલાસા સામે આવ્યા હતા. તેઓ કરજમાં ડૂબી ગયા છે, આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે, અનેક ઈમેઈલ આઈડી વાપરે છે વગેરે વગેરે....જો કે પછી જ્યારે ગુરુચરણ સિંહ પાછા ફર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા અને તેમનો લક્ષ્ય હિમાલય સુધી પહોંચવાનો હતો. તેમણે કહ્યું હતું કે હું હું કરજમાં હતો અને લોન ચૂકવવા માટે અસમર્થ હતો એટલા માટે ગાયબ નહતો થયો. કરજ તો મારા પર આજે પણ છે. નીયત મારી સારી છે અને અત્યાર સુધી ઉધાર લઈને હું  ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈની ચૂકવણી કરી રહ્યો છું. તેમણે એમ પણ  જણાવ્યું કે તેમને કામની શોધ કરતા  કરતા ચાર વર્ષ થઈ ગયા છે અને તેમને ફક્ત રિજેક્શન મળ્યું છે. 



બદલાઈ ગયા છે ગુરુચરણ સિંહ?
25 દિવસ સુધી ગૂમનામીમાં રહ્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા બાદ ગુરુચરણ સિંહે કહ્યું કે તેઓ એક બદલાયેલા વ્યક્તિ છે. તેમણે કહ્યું કે હું એક માણસ તરીકે બદલાઈ ગયો છું. મે 25 દિવસમાં દુનિયા જોઈ છે. હું એક સ્પિરિચ્યુઅલ જર્ની પર હતો અને મે આ પબ્લિસિટી સ્ટંટ માટે નહતું કર્યું. મને પહેલા આ શબ્દ ખબર પણ નહતી. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી પૈસાની વાત છે તો મે અનેક નિર્ણય લીધા છે. હું લોકોને સૂચન કરીશ કે તેઓ પૈસા ઉધાર લેવાના ચક્કરમાં ન ફસાય. તમે કરજ પર કરજ લેતા રહેશો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેમની પાસે પૈસા હતા ત્યારે સમજ્યા વિચાર્ય વગર પોતાના ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપી દેતા હતા અને ઘર બનાવતી વખતે તેમના કુકની પણ આર્થિક મદદ કરી હતી. 



કોણ છે એ નીકટના લોકો? 
જો કે હવે તેમણે જે કહ્યું તે ચોંકાવનારું છે.  25 દિવસ માટે પોતાના પરિવારને એકલા મૂકી જવાનું અસલ કારણ જણાવતા ગુરુચરણ સિંહે કહ્યું કે એવો સમય આવે છે જ્યારે તમે તમારા પરિવાર અને દુનિયાથી દૂર થઈ જાઓ છો. કામ મેળવવાની કોશિશ કરવા છતાં હું મારા નીકટના લોકોથી દુ:ખી હતો. મારે સતત રિજેક્શનનો સામનો કરવો પડી રહ્યો હતો. હું બસ જતો રહ્યો હતો, મને ખબર હતી કે ભલે ગમે તે થઈ જાય, હું આત્મહત્યા વિશે વિચારવાનો નહતો.