Taarak Mehta ka Ooltah Chashmah Cast Salary Per Episode: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ શોના પાત્રો પોતાની ફીને લઈને પણ ચર્ચામાં રહે છે. લોકોને હસાવવા માટે આ કલાકારો તગડી રકમ વસૂલે છે. હાઈએસ્ટ પેઈડ એક્ટરની વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર કોનું નામ આવે છે તે જાણીને તમે દંગ રહી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોના કલાકારોનો પગાર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સૌથી વધુ જે રકમ વસૂલે છે તે જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી છે. એવું કહેવાય છે કે તેઓ આ પાત્ર ભજવવા માટે દર મહિને લાખોની કમાણી કરે છે. કારણ કે તેમના એક એપિસોડની કિંમત 1.50 લાખ રૂપિયા છે. 


જેઠાલાલ બાદ જેમને સૌથી વધુ પગાર મળતો હતો તે દિશા વાકાણી હતી. જો કે હવે દિશા આ શોનો  ભાગ નથી. પરંતુ તેના ગયા બાદ સેકન્ડ હાઈએસ્ટ પેઈડ અભિનેતા શૈલેષ લોઢા  બન્યા હતા. તેમને મહેતાજીનું પાત્ર ભજવવા માટે એપિસોડ દીઠ એક લાખ રૂપિયા મળતા હતા. પરંતુ હવે તેઓ પણ શોને અલવિદા કરી ચૂક્યા છે. તેમની જગ્યાએ સચિન શ્રોફ મહેતાજીનું પાત્ર ભજવે છે. હાલ જો કે સચિનને એટલી ફી નથી મળતી. આવામાં હવે શો સાથે જોડાયલા એક જૂના કલાકારને હવે ચાંદી થઈ ગઈ છે. 


Kirron Kher છે અનુપમ ખેરની બીજી પત્ની, પહેલા આ અભિનેત્રી સાથે કર્યા હતા પ્રેમ લગ્ન


Taarak Mehta થી ચમકી ગયું 'અબ્દુલ'નું ભાગ્ય, આ છે આટલા કરોડનો માલિક


પહેલાં ચઢ્યો પ્રેમનો રંગ, હવે લગ્ન બાદ Bollywood Couples સાથે રમશે પ્રથમ હોળી


આ અભિનેતા બન્યા ત્રીજા સૌથી વધુ પગાર મેળવતા કલાકાર
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમિત ભટ્ટ હવે શોમાં સૌથી વધુ ફી વસૂલનારા કલાકારોમાં ત્રીજા નંબરે છે. જેઠાલાલ બાદ માસ્ટર ભીડેનો નંબર આવે છે જેમને એપિસોડ દીઠ 80000 રૂપિયા મળે છે. જ્યારે અમિત ભટ્ટ એક એપિસોડ દીઠ 70 હજાર રૂપિયા લે છે. આ અગાઉ તેમનો નંબર આ યાદીમાં ઘણો પાછળ હતો. 


શો સાથે જોડાયા નવા કલાકારો
છેલ્લા 15 વર્ષમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અનેક કલાકારો અલવિદા કરી ચૂક્યા છે. આવામાં જ્યારે હવે શો સાથે નવા ચહેરા જોડાયા છે તો જે કલાકારો આ ખાલી જગ્યા ભરી રહ્યા છે તેમની ફી અંગે માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એવા મીડિયા રિપોર્ટ્સ છે કે પહેલાના  કલાકારો કરતા તેમને ઓછી ફી અપાઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube