TMKOC: તારક મહેતા....ની આ અભિનેત્રીને કેમ કોઈ પસંદ નહતું કરતું? જાણો ગોલીએ શું કહ્યું?
Throwback Stories: હાલ આ શોમાં મિસ્ટર સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા ગુરુચરણ સિંહના ગાયબ થવાના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. રાહતના સમાચાર એ રહ્યા કે તેઓ ઘરે હેમખેમ પહોંચી ગયા. આ ઉપરાંત હાલમાં જ દિલિપ જોશી વિશે પણ મોટી વાત સામે આવી હતી. જો કે 2020માં સિરીયલમાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે સોનુનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી નિધિ ભાનુશાળી વિશે એક ખુલાસો કર્યો હતો કે બધા હલી ગયા હતા.
છેલ્લા 15 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતા તારક મહેતા કા ઉલ્ટા શોમાં કામ કરતા કે કરી ચૂકેલા કલાકારો ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. જેઠાલાલ, દયાબેન, બબીતાજી, ટપુડો, સોનુ, ભીડે, ઐય્યર...કોઈ પણ પાત્ર હોય દર્શકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો છે. શો વિવાદમાં પણ ઘણીવાર રહ્યો છે. જો કે હાલ આ શોમાં મિસ્ટર સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા ગુરુચરણ સિંહના ગાયબ થવાના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. રાહતના સમાચાર એ રહ્યા કે તેઓ ઘરે હેમખેમ પહોંચી ગયા. આ ઉપરાંત હાલમાં જ દિલિપ જોશી વિશે પણ મોટી વાત સામે આવી હતી. જો કે 2020માં સિરીયલમાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે સોનુનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી નિધિ ભાનુશાળી વિશે એક ખુલાસો કર્યો હતો કે બધા હલી ગયા હતા.
તારક મહેતા...શોમાં આમ તો સીરિયલ શરૂ થઈ હતી ત્યારે જીલ મહેતા સોનુ ભીડેનું પાત્ર ભજવતી જોવા મળી હતી. 2008થી 2013 સુધી તેણે આ પાત્ર ભજવ્યું અને ત્યારબાદ નિધિ ભાનુશાળીએ તેને રિપ્લેસ કરી હતી. નિધિએ પણ 6 વર્ષ સુધી સોનુનું પાત્ર ભજવ્યું. 2013થી લઈને 2019 સુધી નિધિ શોમાં સોનુ તરીકે જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન નિધિને ખુબ લોકપ્રિયતા પણ મળી. ચાહક વર્ગ પણ બહોળો થયો. ત્યારબાદ નિધિએ શો છોડતા પલક સિધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે.
કોઈમોઈ ડોટ કોમના એક રિપોર્ટ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની ટપુસેનાએ વર્ષ 2020માં TVTimes ને એક ફની ઈન્ટરવ્યું આપ્યો હતો. આ ઈન્ટરવ્યુ વખતે તેઓ એકબીજાની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. જો કે આ જ ઈન્ટરવ્યુમાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે નિધિ ભાનુશાળી વિશે એક ચોંકાવનારો ખુલાસો પણ કરી નાખ્યો હતો જેને સાંભળ્યા બાદ દરેક જણ અવાક થયા હતા.
કુશ શાહે કહ્યું હતું કે જ્યારે નિધિ ભાનુશાળીએ તારક મહેતા..શો જોઈન કર્યો તો એ સમયે કોઈને તે ગમી નહતી. બધામાં તે જ હતો જે આ વિશે બોલતો હતો. ત્યારબાદ તેણે એમ પણ કહ્યું કે જીલ મહેતા શોની શરૂઆતથી તેમની સાથે જોડાયેલી હતી. આથી નિધિને આ શોમાં સોનુ તરીકે સ્વીકારવામાં તેમને થોડો સમય લાગ્યો હતો.
નિધિ ભાનુશાળીએ પણ કહ્યું હતું કે શરૂઆતમાં તેની કુશ શાહ સાથે લડાઈ પણ થઈ હતી. પરંતુ ત્યારબાદ તેઓ પાક્કા મિત્રો બની ગયા હતા. જો કે હવે તો નિધિએ આ શો છોડી દીધો છે. પરંતુ ગોલી તરીકે હજુ પણ કુશ શાહ લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube