તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી અને ટપ્પુની સગાઈની ખબરોથી સોશિયલ મીડિયા આજે છલકાઈ ગયું છે. આ ખબરો આવતા જ દરેક તેમને શુભેચ્છા પાઠવવા લાગ્યા પણ સાથે સાથે એ વાત પર વિશ્વાસ કરવો પણ અઘરો થઈ રહ્યો હતો. આ તમામ ખબરો પર હવે મુનમુન દત્તાની ટીમે રિએક્ટ કર્યું છે. આ સાથે જ આ ખબરો  પાછળનું સત્ય પણ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોટી છે ખબર
મુનમુન દત્તા અને જેઠાલાલના પુત્ર ટપ્પુની સગાઈના સમાચાર આવતા જ ફેન્સ આજે ચોંકી ગયા હતા. આ ખબરો બાદ દરેક જણ આ બંને સેલેબ્સના રિએક્શનની રાહ જોઈ રહ્યા હતા. આ ખળભળાટ મચાવનારી ખબર પર હવે મુનમુન દત્તાની ટીમે રિએક્ટ કર્યું છે. તેમણે આ ખબરને ખોટી ગણાવી છે. 


9 વર્ષની ઉંમરનું અંતર
આ ખબર એટલા માટે પણ ચોંકાવનારી છે કારણ કે બબીતાજી અને ટપ્પુ વચ્ચે 9 વર્ષનું અંતર છે. બબીતાજી 36 વર્ષની તો ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલો રાજ અનડકટ માત્ર 27 વર્ષનો છે. એટલે કે ઉંમરમાં 9 વર્ષનું અંતર છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube