Taarak Mehta ka Ooltah Chashmah New Taarak Mehta: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા કેટલાય સમયથી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોના અનેક કલાકારોએ શો છોડ્યો છે અને તેમાંથી એક નામ શૈલેષ લોઢા છે. તેમણે અચાનક શો છોડીને તેમના ફેન્સને ઝટકો આપ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે હવે આ શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં શોના નવા તારક મહેતાની ઝલક દેખાડવામાં આવી છે. પ્રોમો જોઈને ફેન્સની ખુશીનું ઠેકાણું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો પ્રોમો બહાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા પ્રોમોમાં નવા તારક મહેતાની પહેલી ઝલક ફેન્સને જોવા મળી રહી છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર નવા તારક મહેતા વિશે અનુમાન લગાવી રહ્યા હતા અને આ અનુમાન સાચુ પણ છે. જી હા... અભિનેતા સચિન શ્રોફ જ નવા તારક મહેતા છે. પ્રોમોમાં તારક મહેતાની ઓનસ્ક્રિન પત્ની અંજલી મહેતા ગણપતિ પંડાલમાં એક માણસનો અવાજ સાંભળીને એ જોવાની કોશિશ કરે છે કે આખરે આ અવાજ કોનો છે. વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે 'આખરે ગણપતિ બાપ્પાની આરતી કોણ કરી રહ્યું છે? જાણવા માટે જોતા રહો.'


ફેન્સના રિએક્શન
આ શોમાં ફેન્સ સચિનને શોમાં જોઈને ખુબ ખુશ થયા છે. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે ગ્રેટ ન્યૂ તારક મહેતા ગ્રેટ, શો બંધ થવો જોઈએ નહીં. ધીરે ધીરે તેમને પણ એડજસ્ટ કરીશું. અન્ય એક યૂઝરે લખ્યું છે કે શોને ખતમ કરી દો. અમે આ શોને હંમેશાથી ભારતનો નંબર વન શો બની રહેલો જોવા માંગીએ છીએ.  પ્લીઝ નવા કાસ્ટ લાવીને તેને ખરાબ ન કરો. જૂના કાસ્ટ અને જૂના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ બેસ્ટ હતો પ્યોર એન્ટરટેઈન્મેન્ટ. 



વેબ સિરીઝમાં કર્યું છે કામ
મીડિયા રિપોર્ટ્સમાં પહેલા જ સામે આવી ગયું હતું કે જૂના તારક મહેતા શૈલેષ લોઢાને રિપ્લેસ કરવા માટે અભિનેતા સચિન શ્રોફને લાવવામાં આવશે. હાલમાં જ પ્રકાશ ઝાની હિટ વેબ સિરીઝ આશ્રમમાં સચિન શ્રોફ એક રાજકારણી તરીકે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ 'ગુમ હૈ કિસી કે પ્યાર મે' માં પણ કામ કરી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube