Taarak Mehta Ka Ooltah Chashmah Entertainment News: ટીવી પર ખુબ જ લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રએ લોકોના હ્રદયમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. પછી તે જેઠાલાલ,  દયાબેન, બબીતા, ટપુ, બાપુજી, હાથીભાઈ, ભીડે...ગમે તે હોય. આ પાત્રો ભજવનારા કલાકારો પણ લોકોના હ્રદય પર રાજ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ આ શો વિશે એક પછી એક શોકિંગ ખબર સામે આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી વાતો થઈ રહી છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુની ભૂમિકા ભજવાનાર કલાકાર રાજ અનડકટે શોને અલવિદા કરી દીધુ છે. છેલ્લા એક મહિનાથી તે તારક મહેતા...નું શુટિંગ કરતો નથી. જો કે રાજ અનડકટની વિદાય અંગે હજુ મેકર્સે કઈ પણ અધિકૃત જાહેરાત કરી નથી. પણ મીડિયા રિપોર્ટ્સ મુજબ ટપુની વાપસી માટે મેકર્સે નવા ઓડિશન શરૂ કરી દીધા છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ ડિસેમ્બરથી રાજ અનડકટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કરે તેવી વાતો વહેતી થઈ હતી. તેની સાથે મુનમુન દત્તા પણ શો છોડશે તેવું કહેવાતું હતું. રાજ અનડકટે વર્ષ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુ તરીકે ભવ્ય ગાંધીની જગ્યા લીધી હતી. 


ભીડેએ તોડી ચૂપ્પી
રાજ અનડકટના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી વિદાયના સમાચારો પર શોમાં ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાદકરે પણ ચૂપ્પી તોડી છે. તેમણે કહ્યું કે 'એક કલાકાર તરીકે તેમણે શો છોડ્યો છે કે નહીં તે મને નથી ખબર. પરંતુ હા તેને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ થઈ રહી હતી, જેના કારણે તે છેલ્લા કેટલાક દિવસથી શોનું શુટિંગ કરી રહ્યો નહતો. મે પોતે પણ તેને સેટ પર જોયો નથી.' અત્રે જણાવવાનું કે રાજ અનડકટ અગાઉ એક્ટર શૈલેષ લોઢાએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કરી હતી. 


રણવીર સિંહ સાથે રાજનો પ્રોજેક્ટ
થોડા દિવસ પહેલા જ રાજે સોશિયલ મીડિયા પર બોલીવુડ સ્ટાર રણવીર સિંહ સાથે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં રણવીર સાથે તે પોઝ આપતો ખુશખુશાલ નજરે ચડ્યો હતો. ફોટા સાથે કેપ્શનમાં રાજે જણાવ્યું હતું કે તેણે રણવીર સાથે એક ખુબ મોટા પ્રોજેક્ટ માટે શુટિંગ કર્યું છે. રણવીરને પોતાના ફેવરેટ એક્ટર ગણાવતા રાજે લખ્યું હતું કે આ લેજેન્ડ રણવીર સિંહ સાથે મે એક ખુબ મોટી ચીજ માટે શૂટ કર્યું છે. મારી લાઈફના આ સ્પેશિયલ પ્રોજેક્ટ વિશે શેર કરવા માટે મારા એક્સાઈટમેન્ટ પર કંટ્રોલ કરી શકતો નથી. આ જલદી સામે આવશે. જોડાયેલા રહો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube