Guess Who: દરેક ઘરમાં જાણીતો પોપુલર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં દરેક પાત્રોની ભૂમિકા લોકોને પસંદ પડી રહી છે. એટલું જ નહીં, તારક મહેતાના તમામ કલાકારોએ પણ પોતાની અદાકારીથી લોકોના દિલોમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો તમે આ કોમેડી શોના પાક્કાવાળા ફેન છો તો તમે આ ફોટાને જોઈને તાત્કાલિક જણાવી દેશો કે પિતાની સાથે નજરે પડનાર નાનકડી માસૂમ બાળકી કોણ છે? જોકે, ઘણા લોકોને આ ફોટોને ઓળખવામાં મહેનત કરવી પડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહ્યો ફોટો
ફોટામાં પિતાની સાથે દેખાઈ રહેલી આ નાનકડી બાળકી કોઈ બીજું નહીં, પરંતુ મુનમન પોતે છે. બબીતાજી તરીકે જાણીતી બનેલી અભિનેત્રી ફાધર્સ ડેના અવસર પર આ ફોટોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં મુનમુન પિતાની સાથે નજરે પડી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં મુનમુનના પિતાનું નિધન થઈ ગયું હતું, જેના કારણે તે ઉંડા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube