નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) દેશના મનપસંદ શો માંથી એક છે, આ નિશ્વિતરૂપથી સૌથી લાંબા સમય સુધી ચાલનાર સિટકૉમ બની ગયો છે. તાજેતરમાં શોએ પોતાના 13 વર્ષની સફર પુરી કરી લીધી છે. આ શો ના ફક્ત મિત્રો અને પરિવારને સાથે લાવે છે, પરંતુ શોના કલાકાર પણ એકબીજાની ખૂબ નજીક છે. પરંતુ આ શું સમાચાર છે કે પિતા અને પુત્ર જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) અને 'ચંપકલાલ' એટલે અમિત ભટ્ટ (Amit Bhatt) રિયલ લાઇફમાં એકબીજાથી સોશિયલ મીડિયા પર દૂરી બનાવી રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંસ્ટાગ્રામ પર કરતા નથી ફોલો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની કાસ્ટની ખાસિયત એ છે કે તમામ લોકો સોશિયલ મીડિયા, ખાસકરીને ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. પરંતુ આશ્વર્યની વાત એ છે કે જેઠાલાલ એટલે કે દિલિપ જોશી અને તેમના બાપૂજી એટલે કે અમિત ભટ્ટ ઇંસ્ટાગ્રામ પર એકબીજાને ફોલો જ કરતા નથી. તમને જણાવી દઇએ કે અમિત ભટ્ટ તો આખી કાસ્ટમાં કોઇને પણ ઇંસ્ટાગ્રામ પર ફોલો કરતા નથી. એટલા માટે હવે આ વાત તો તમામના મગજમાં આવી રહી છે કે બંનેની વચ્ચે બધુ બરોબર છે? જોકે આ વિશે કંઇક પણ કહેવું ઉતાવળ હશે. 

Neeraj Chopra ને ખૂબ ભાવે છે પાણીપુરી, બ્રેડ આમલેટ તો ગમે ત્યારે આપો


જેઠાલાલ, ટપ્પૂને પણ કરતા નથી ફોલો
યાદ અપાવી દઇએ કે આ પહેલાં પણ આ સમાચાર સામે આવી ગયા છે કે દિલીપ જોશી પોતાના ઓનસ્ક્રીન પુત્ર ટપ્પૂ એટલે કે રાજ અનડકટને ઇંસ્ટાગ્રામ પર ફોલો કરતા નથી. ત્યારબાદ એ પણ અફવા ઉડી હતી કે બંને વચ્ચે અણબનાવ છે. જોકે ત્યારબાદ હવે દિલીપ જોશી આ વાતને બકવાસ કહી હતી. 

Neeraj Chopra ગોલ્ડ લાવશે તે 2017 માં નક્કી થયું હતું, નીરજની ટ્વીટે ખોલ્યું રહસ્ય


શૈલેષ લોઢા સાથે અનબનાવના સમાચાર
ટપ્પૂ સાથે અણબનાવના સમાચાર પહેલાં પણ દિલીપ જોશી પોતાના ઓનસ્ક્રીન મિત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા સાથે મતભેદના સમાચારથી ઘેરાઇ ચૂક્યા છે. ત્યારબાદ દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુંમાં આ અફવાને રોકતાં કહ્યું હતું, 'અમે (તે અને શૈલેશ) 13 વર્ષથી એકસાથે કામ કરી રહ્યા છે. જ્યારે લોકો દરાર વિશે વાત કરે છે, તો હું હસુ છું. ફક્ત એટલા માટે કે કોઇ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઇપણ લખવા માંગે છે, તે એક કહાની બનાવે છે. મારો અત્યારે આ બધી વસ્તુઓને સ્પષ્ટ કરવાનો હેતુ એ છે કે અમારી વચ્ચે બધુ બરોબર છે. અમે એક સારી ટીમ છીએ, એટલા માટે કે શો આટલો સારો પ્રદર્શન કરી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube