નવી દિલ્હી: પોપ્યુલર ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની ટીમમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ શોના લેખક અભિષેક મકવાણા (Abhishek Makwana)એ 27 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી હતી. અભિષેકે પોતાના ફ્લેટમાં લટકેલા મળ્યા હતા. પોલીસે કહ્યું હતું કે અભિષેક મકવાણાએ સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તે સાઇબર છેતરપિંડી અને બ્લેકમેલનો શિકાર થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારજનોને આવી રહ્યા છે ફ્રોડ કોલ
અભિષેક મકવાણા (Abhishek Makwana)ના પરિવારજનોનું કહેવું છે કે અભિષેકના નિધન બાદ તેમને ફ્રોડ લોકો કોલ કરી રહ્યા છે. પરિવારે કહ્યું કે તે લોકો કોલ કરીને પૈસા માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે અભિષેકે લોન લેતી વખતે પોતાના પરિવારના ગેરન્ટી કર્તા બનાવ્યા હતા. અભિષેકના ભાઇ જેનિસનું કહેવું છે કે તેમણે કેટલાક એવા મેલ વાંચ્યા ત્યારબાદ તેમને એહસાસ થયો કે અભિષેકને કોઇ નાણાકીય જાળમાં ફસાવ્યો હતો. જેનિસે કહ્યું કે 'ઇ-મેલ રેક્રોડ જોયા બાદ મને સમજાયું કે પહેલા મારા ભાઇને એક એપ દ્વારા નાની લોન આપવામાં આવે છે જે વધુ વ્યાજ લે છે. પછી મેં તેના અને ભાઇના ટ્રાંજેક્શન જોઇ. મેં જોયું કે તે મારા ભાઇને નાની નાની એમાઉન્ટ આપતા રહે છે જ્યારે ભાઇએ બીજી કોઇ લોન લીધી નથી. લોનનો વ્યાજ દર 30 ટકા હતો. 


છેતરપિંડી અને બ્લેકમેલનો શિકાર બન્યા અભિષેક
જેનિસે આગળ પણ એ પણ કહ્યું કે જ્યારે તેઅમ્ને અભિષેક મકવાણા (Abhishek Makwana)ના નિધનની વાત ખબર પડી છે ત્યારથી તે લોકો તેમને વારંવાર કોલ રહ્યા છે અને ખોટી વાતો કહી રહ્યા છે. એક નંબર બાંગ્લાદેશનો છે, એક મ્યાનમાર અને બાકીના ભારતના અલગ-અલગ રાજ્યોના છે. જેનિસે કહ્યું કેમ અને અલગ-અલગ નંબરો પરથી ઘણા ફોન કોલ આવ્યા. જેમાં તેમણે કોઇએ લોન ચૂકવવાની માંગ કરી. એક કોલ બાંગ્લાદેશથી એક કોલ મ્યાનમાર અને અન્ય લોક ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube