નવી દિલ્હી: 'સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર કવિ કુમાર આઝાદના આકસ્મિક નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ સુપરહિટ ટીવી શોના દરશકો આ સમાચાર ખૂબ જ આધાતમાં છે. જોકે આ શોમાં ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન સોમવારે કાર્ડિયાક અરેસ્ટના લીધે થયું હતું. તે ગત 8 વર્ષોથી આ શોનો ભાગ હતા. એવામાં ડો. હાથીના પાત્ર સાથે ખૂબ નજીકથી જોડાયેલા જૂનો ટપ્પૂ એટલે કે ભવ્ય ગાંધીએ પણ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સીરિયલમાં વર્ષો સુધી ટપ્પૂનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ સ્પોટબોયને જણાવ્યું હતું કે જ્યારે તેમણે પહેલીવાર આ સમાચાર સાંભળ્યા તો તેમના માટે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. તેમણે કહ્યું કે 'હું એક મીટિંગમાં હતો જ્યારે મારી મમ્મીએ મને આ સમાચાર આવ્યા તો થોડીવાર માટે હું તેના પર વિશ્વાસ ન કરી શક્યો કે સાચું છે. મારી જીંદગીમાં હું તેમનાથી વધુ ખુશમિજાજ વ્યક્તિને મળ્યો નથી. હું તેમને કદાચ જ તેમને નિરાશ કે દુખી જોયા હશે. તે હંમેશા હસતા રહેતા હતા અને બીજાને હસાવતા રહેતા હતા. 



ભવ્યએ કહ્યું કે 'જોકે મેં આ શો છોડી દીધો છે, પરંતુ તે એક એવા વ્યક્તિ હતા જેમને હું હંમેશા યાદ કરતો હતો. તેમણે જમવાનું ખૂબ પસંદ હતું અને અમે સાથે ખૂબ જમતા હતા. દરરોજ હું જમ્યા બાદ હું મોટાભાગે વેનિટી વાનમાં જઇને તેમની પાસે ચોકલેટ માંગતો હતો. તેમની પાસે ખૂબ ચોકલેટો રાખતા હતા.