ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે જેઠાલાલ, દયાભાભી, બબીતાજીના નામ લો તો દરેક વ્યક્તિ ઓળખતા હશે.પોતાની આગવી છટાથી દર્શકોના દિલમાં એવી તો જગ્યા બનાવી છે કે બોલીવુડના હીરોથી પણ વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ટીવી સીરીયલમાં સૌથી લોકપ્રિય શો હોય તો તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છે.તેના દરેક કલાકારોએ લોકોના મનમાં સ્થાન મેળવ્યું છે.એટલે જ તો આ શો છેલ્લા કેટલાક  વર્ષોથી લોકોની પહેલી પસંદ બન્યું છે.પરંતુ આમાંથી કેટલાક કલાકારોએ પહેલા બોલીવુડમાં કામ કરી લીધું છે.કોઈ નાના તો કોઈએ મોટા રોલ ફિલ્મોમાં કર્યા છે.તો આવો જાણીએ કે કોણે કઈ ફિલ્મમાં કામ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો હતો ત્યારે જે કલાકારો હતા તેમાથી ઘણા લોકોએ વિદાય લઈ લીધી છે.સમયાંતરે ઘણા બધા નવા કલાકારો આવ્યા.જો કે શોની લોકપ્રિયતામાં કોઈ કમી નથી આવી.તારક મેહતા શો ના જુના કલાકારો ફેન્સના દિલમાં એવી છાપ છોડી છે કે તેઓ આજે શોમાં નથી પણ લોકોના દિલમાં હજુ પણ છે.તો આવો જાણીએ તારક મેહતાની તે સ્ટાર કાસ્ટ વિષે જે ફિલ્મોમાં જોવા મળી છે.


દિશા વાકાણી(Disha Wakani):
દિશા વાકાણીનો સુંદર અભિનય કોઈનાથી અજાણ નથી.તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાભાભીના રોલથી દર્શકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે.પરંતુ દિશા આ શો સાથે જોડાયા પહેલાં ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તે શાહરૂખ ખાન અને એશ્વર્યા રાયની ફિલ્મ દેવદાસમાં જોવા મળી હતી.આ ઉપરાંત ઋત્વિક રોશન અને એશ્વર્યાની જોધા અકબર, આમીર ખાનની ફિલ્મ મંગલ પાંડેમાં પણ અભિનય કર્યો છે.


દિલીપ જોશી (Dilip Joshi):
જેઠાલાલનું પાત્ર ભજવવા વાળા દિલીપ જોશીને બોલીવુડમાં પણ કોઈ પરિચય આપવાની જરૂર નથી. ભલે તેમને ફિલ્મોમાં વધુ મોટા રોલ ન મળ્યા હોય.પરંતુ જે રોલ મળ્યા તેમાં પણ તેમણે દર્શકોના મન જીતવાનું ચુક્યા નથી. દિલીપ જોશી કભી યે કભી વો, મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન અને ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની જેવી ફિલ્મોનો દમ દેખાડી ચુક્યા છે.


શ્યામ પાઠક (Shyam Pathak):
તારક મહેતા શોમાં પોપટલાલ બની દુનિયાને હલાવી દેવાની વાત કરનાર શ્યામ પાઠક માત્ર બોલીવુડ જ નહિ પણ ચીનની ફિલ્મનો પણ ભાગ  રહ્યા છે.પોપટલાલ ‘લસ્ટ કોશન’ નામની ફિલ્મમાં અનુપમ ખેર સાથે જોવા મળ્યા હતા.શ્યામ પાઠક નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાંથી અભિનયની તાલીમ મેળવી ચુક્યા છે.


ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak):
ઘનશ્યામ નાયક બાળપણથી અભિનય સાથે જોડાયેલા છે.તારક મેહતા સાથે જોડાયા પહેલા ઘણી બધી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.જેમાં વર્ષ 1960ની ફિલ્મ માસુમમાં બાળકલાકાર તરીકે જોવા મળ્યા હતા.આ સિવાય હમ દિલ દે ચુકે સનમ, તિરંગા, ક્રાંતિવીર અને ચાઈના ગેટ જેવી લોકપ્રિય ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે.


નેહા મહેતા (Neha Mehta):
નેહા મહેતા ભલે હવે શોમાં નથી પણ તે આજે પણ આ શોને કારણે જ ઓળખાય છે.નેહા મહેતા પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.સંજય દત્ત સાથે બોલીવુડ ફિલ્મ EMIમાં નેહા મહેતા જોવા મળી હતી.


મુનમુન દત્તા  (Moonmoon Datta):
કોમેડી શોમાં બબીતાજીનું પાત્ર ભજવવા લોકોને હસાવનાર મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ગણી એક્ટીવ છે.સાથે જ ફેન્સ વચ્ચે ઘણી લોકપ્રિય પણ છે.મુનમુન દત્તાએ મુંબઈ એક્સપ્રેસ, હોલીડે અને ઢીંચક ઈંટરપ્રાઈઝ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.


ભવ્ય ગાંધી (Bhavya Gandhi):
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો સૌનો માનીતો સ્ટાર અને ટપુનું પાત્ર ભજવવા વાળો ભવ્ય ગાંધી પણ ફિલ્મોમાં જોવા મળ્યો છે.વર્ષ 2010માં આવેલી ફિલ્મ સ્ટ્રાઈકરમાં જોવા મળ્યો હતો.આ ઉપરાંત કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ ભવ્ય ગાંધીએ અભિનય કર્યો છે.


જેનીફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal):
તારક મેહતા શોમાં રોશન શોઢીનું પાત્ર ભજવવા વાળી જેનીફર અજય દેવગનની ફિલ્મ હલ્લા બોલમાં જોવા મળી હતી. આ સિવાય તે અક્ષય કુમારની ફિલ્મ એયરલીફ્ટમાં પણ કામ કરી ચુકી છે.


કવિ કુમાર આઝાદ (KAVI Kumar Azad):
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હાથીનું પાત્ર ભજવવા વાળા કલાકાર કવિ કુમાર આઝાદ હવે દુનિયામાં નથી રહ્યા. પરંતુ આજે પણ તેમની લોકપ્રિયતા એટલી જ છે.કવિ કુમાર આઝાદને તેમના અલગ અલગ અંદાજ માટે ઓળખવામાં આવે છે.રાજુ બન ગયા જેંટલમેન, આબરા કા ડાબરા, બાઝીગર અને જોધા અકબર જેવી ફિલ્મોમાં તમણે કામ કર્યું છે.