Tabu on her Single Status: બોલિવુડ અભિનેત્રીનો ખુલાસો આવ્યો છે. તબ્બૂ અને અજય દેવગનની ઓન સ્ક્રીન જોડી 90ના દશકથી જ લોકોના દિલ પર રાજ કરી રહી છે. બન્ને એક સાથે ઘણા બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ પણ કર્યું છે, સાથે અજય અને તબ્બૂ એક બીજાના નજીકના દોસ્ત પણ છે. અજય દેવગનની સાથે તબ્બૂએ વિજયરથ, હકીકત, દ્દશ્યમ, ગોલમાલ અગેન અને દે દે પ્યાર દે જેવી ફિલોમાં કામ કર્યું છે. બન્ને સ્ટાર્સ જલ્દીથી દ્દશ્યમ 2માં સ્ક્રીન શેયર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજયના કારણે તબ્બૂ છે સિંગલ
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં બોલિવુડ અભિનેત્રી તબ્બૂએ ખુલાસો કર્યો હતો કે અજય દેવગન તેમના નજીકના મિત્રોમાંથી એક છે. અભિનેત્રીએ જણાવ્યું, તે મારા પિતરાઈ ભાઈ સમીર આર્યના પાડોશી અને નજીકના મિત્ર હતા, તે મારા મોટા થવાનું એક ભાગ હતું. જ્યારે હું નાની હતી, સમીર અને અજય મારી જાસૂસી કરતા હતા. તે મને ફોલો કરતો હતો અને કોઈ પણ છોકરો મારી સાથે વાત કરે તો તેને મારવાની ધમકી આપતા હતા. તે એક મોટો ગુંડો હતો અને જો હું આજે સિંગલ છું તો તે અજયને કારણે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube