નવી દિલ્હી: સ્ટાર કિડ તૈમૂર અલી ખાન મીડિયા પાપારાઝીમાં ખુબ ફેમસ છે. તૈમૂર પણ હવે મીડિયા અટેન્શન એન્જોય કરતો જોવા મળે છે. હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તૈમૂર ફોટો ક્લિક થતા સમયે હસતો અને શરારત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તૈમૂરની સાથે બહેન ઈનાયા અને ફોઈ સોહા અલી ખાન પણ જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીના કપૂર  ખાન અને સૈફ અલી ખાનના દોઢ વર્ષના છોટે નવાબ તૈમૂર ખબરોમાં એકદમ હીટ છે. તૈમૂરના વીડિયો અને ફોટા ફેન્સ ખુબ પસંદ કરે છે. હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની નૈની સાથે જોવા મળી રહ્યો છે. તૈમૂર મીડિયા સામે ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સાંભળી શકો છો કે તૈમૂરને જ્યારે નામથી બોલાવવામાં આવે છે તો તે કેવી રીતે સ્માઈલ કરે છે. 



આ દરમિયાન એક છોકરો તૈમૂર સાથે ફોટો ક્લિક કરવાની કોશિશ કરે છે અને આ માટે તેને વઢ પણ પડે છે. નૈની તો ખુબ ફટકાર લગાવે છે. મીડિયાના કેમેરાપર્સન પણ તે છોકરાને આમ ન કરવાનું જણાવે છે. આ દરમિયાન સોહા અલી ખાન પણ ત્યાં પહોંચે છે. તેની સાથે પુત્રી ઈનાયા છે. તૈમૂર છાશવારે મમ્મી અને પપ્પા સાથે આઉટિંગ પર જોવા મળે છે. તૈમૂર સ્ટાર કિડની લિસ્ટમાં સૌથી ક્યૂટ બાળક છે.