અમદાવાદ : સા રે ગા મા પા લિટલ ચેમ્પની ગત વર્ષની મોટી સફળતા બાદ ઝી ટીવીનો પ્રતિકાત્મક સૌથી લાંબો ચાલતો અને સૌથી વધુ પ્રસિદ્ધ સિંગીંગ રિયાલિટી શો, સા રે ગા મા પા, દેશના ઉભરતા ગાયકોને તેમનો સોનેરી અવાજ સંભળાવવાનની તથા સંગીતની દુનિયામાં આકર્ષક કારકીર્દી બનાવવાની તક આપવા માટે પાછો આવી રહ્યો છે. આ શોની પહેલાની સિઝનમાં ભારતના સંગીત ઉદ્યોગના કેટલાક જાણિતા સિતારાઓ જેવા કે, શ્રેયા ઘોષાલ, કુનાલ ગાંજાવાલા, કમાલ ખાન, અમાનત અલી, રાજા હસન, સંજીવની અને બેલા શિંદે સહિત અન્ય ઘણાનો સમાવેશ થાય છે. બોલિવૂડ અને હિન્દી સંગીતનો ટ્રેન્ડ હવે, સમગ્ર વિસ્તરીત થઈ રહ્યો છે, ત્યારે આ સિઝન ફક્ત ભારતીયો માટે જ નહીં પરંતુ બોલિવૂડ સંગીતની ઘેલછા ધરાવતા વિદેશી નાગરીકો માટે પણ ખુલ્લું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી ટીવીની નવી બ્રાન્ડ વિચારસરણી ‘આજ લિખેંગે કલ’ને ધ્યાને રાખીને આ ચેનલ ભારતની પ્રતિભાશાળી ગાયકોને પાંખો આપવા માટે શહેરના ઓડિશનો સાથે તૈયાર છે અને તેઓ ઉભરતા ગાયકોને શોની આગામી સિઝનના ઓડિશનમાં હિસ્સો લેવા માટે પ્રેરિત કરવા પ્રસિદ્ધ ગાયીકા સુમેધા કરમાહે, જેને સા રે ગા મા પા 2007માં સ્પર્ધક તરીકે પ્રસિદ્ધી મેળવી હતી, તેને ગુરૂવારે અમદાવાદની મુલાકાત લીધી હતી. 


સુમેરા કરમાહે કહે છે, “મેં મારી સફળતા સા રે ગા મા પાથી મેળવી છે, જે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગનો સૌથી વધુ પસંદગી પામતો સિંગીંગ રિયાલિટી શો છે. તેને પ્રતિભાશાળી ગાયકોને તેમનો સોનેરી અવાજ સંભળાવવા માટેનું પ્લેટફોર્મ પુરું પાડ્યું છે અને સંગીત વિશ્વમાં કંઇક અલગ કારકીર્દી બનાવવાની તક આપી છે. એ ખરેખર મારી સદનસીબી છે કે, હું સા રે ગા મા પાનો હિસ્સો બની છું. આ શોએ મને ખરેખર ગાયકીનો અર્થ સમજાવ્યો જેને મને, આંતરિક ટેકનોલોજી સમજાવી છે અને કલાનો અર્થ સમજાવ્યો. જે જ્ઞાન અ વિસ્તરણ મને શોથી મળ્યું છે, તે અદ્દભુત છે. હું આજે અમદાવાદની મુલાકાત લઇને તથા શહેરની અદ્દભુત પ્રતિભાને આ શોની આગામી સિઝનના ઓડિશન માટે પ્રોત્સાહિત કરીને અત્યંત ખુશ છું. હું શહેરના દરેક ઉભરતા ગાયકોને આગળ આવવા તથા ઓડિશનમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું.”


તો, જો તમને એવું લાગતું હોય કે, તમારા સુમધુર અવાજથી લોકોના દિલ જીતવાની ક્ષમતા છે અને તમે રાષ્ટ્રનો અવાજ બની શકશ તો, સા રે ગા મા પા 2018ના ઓડિશન માટે તૈયાર થઈ જાવ અને તમારી પ્રતિભાને રાષ્ટ્રિય ટીવી પર બતાવવાની તક આપો! સા રે ગા મા પા અમદાવાદનું ઓડિશન ગુરુવાર, 30મી ઓગસ્ટ, 2018ના રોજ ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ, અમદાવાદ ખાતે, ભાગવિદ્યાપીઠની બાજુમાં અગ્રવાલ મોલની સામે એસ.જી. હાઈવે, સોલા અમદાવાદ- ગુજરાત 380060 ખાતે રાખવામાં આવેલ છે. પરંતુ સ્પર્ધકોએ જેમને ઝી5ની વેબાઈટપર નોંધ કરેલું હશે તેઓ જ હિસ્સો લઈ શકશે. તો, તમારું સ્થાન નોંધવવા માટે www.Zee5.com/saregamapa પર લોગ ઓન કરો.


આગામી દિવસોમાં ઝી ટીવીનીઆ પ્રતિભાની ખોજ ભુવનેશ્વર, ગુવાહાટી, ચંદિગઢ, પટના, જયપુર, ઇંદોર, નાગપુર, કોલકત્તા, બેંગ્લોર, દહેરાદુન, મુંબઈ અને દિલ્હી ખાતે યોજાશે. ઇતિહાસ રચવા માટે જાણીતી ભારતીય ટેલિવિઝનો સૌથી લાંબા સમયથી ચાલતી સંગીતની સ્પર્ધા સા રે ગા મા પાની આ સિઝન જલ્દી ઝી ટીવી પર પ્રસારીત થશે.