`બાહુબલી` એક્ટ્રેસનું મોટું કારનામું ! જાણીને તમન્નાના કરશો બે મોઢે વખાણ
તમન્ના ભાટિયાને ફિલ્મ બાહુબલીના તેના અવંતિકાના રોલને કારણે સારી એવી લોકપ્રિયતા મળી હતી
નવી દિલ્હી : બાહુબલીથી સારી એવી લોકપ્રિયતા મેળવનાર એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાની આગામી ફિલ્મ માટે નવી વસ્તુઓ શીખી રહી છે. તમન્નાની દલીલ છે કે આજકાલ ફિલ્મો માટે નવીનવી વસ્તુઓ શીખવી બહુ જરૂરી છે. હાલમાં તમન્ના પોતાની ફિલ્મ ખામોશી માટે મૂક અને બધિરોની ભાષા શીખી રહી છે.
ફિલ્મના પ્રચાર દરમિયાન તમન્નાએ મીડિયા સાથે વાતચીત કરીને પોતાના પાત્ર વિશે વાત કરી છે. તેણે કહ્યું છે કે આ ફિલ્મ માટે મારે સારી એવી તૈયારી કરવી પડી અને વર્કશોપમાં હિસ્સો લેવો પડ્યો. આ ફિલ્મ માટે મારે સાંકેતિક ભાષા શીખવી પડી છે. આ અનુભવ બહુ રસપ્રદ સાબિત થયો છે. આ ફિલ્મનું ડિરેક્શન ચાકરી તોલેટીએ કર્યું છે અને એમાં પ્રભુ દેવા લીડ રોલમાં છે. આ ફિલ્મ 31 મેના દિવસે રિલીઝ થશે.
સિનિયર સ્ટાર સાથે ઓન સ્ક્રીન રોમાન્સ કરી ચૂકેલી અભિનેત્રી તમન્ના હવે યંગ સ્ટાર્સ સાથે રોમાન્સ કરવા ઇચ્છે છે. તે કહે છે કે હું યંગ સ્ટાર્સ અને ડિરેક્ટર સાથે કામ કરવા ઇચ્છું છું. હું ડિરેક્ટર્સમાં વિશાલ બહલ અને અયાન મુખરજી સાથે કામ કરવાની દિલથી ઇચ્છા ધરાવું છું. અભિનેતાઓમાં હું વરુણ ધવન, રણવીર સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવા ઇચ્છું છું. આ તમામ એવાં પાત્ર ભજવે છે કે લોકોને ચકિત કરી દે છે. આ લોકો માત્ર સારા હીરો નથી પરંતુ બેસ્ટ પર્ફોર્મર પણ છે અને તેમની એક્ટિંગ જોઇને માની શકાય છે કે ખરેખર તેઓ બેસ્ટ છે.