Tamannaah Bhatia Vijay Verma Movie: સાઉથથી સેક્સી ગર્લ અને બાહુબલી ફેમ તમન્ના ભાટિયા હાલ ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેનો બિંદાસ્ત અંદાજ. તમન્ના ભાટિયાએ હાલમાં જે ઈન્ટરવ્યુ આપ્યું છે તેને કારણે મીડિયા વર્તુળો અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ ભારે ગણગણાટ થઈ રહ્યો છે. તમન્ના ભાટિયાને પૂછવામાં આવ્યો અંગત જીવન વિશેનો એક અજીબો ગરીબ સવાલ. એન્કરે પૂછ્યું શું તમે પહેલી જ ડેટ પર ગયા હોય અને ત્યાં સેક્સ કર્યું છે? આ સવાલ જ એટલો વિચિત્ર હતો કે, સૌ કોઈ ચોંકી ગયા. જોકે, બિંદાસ્ત અને બોલ્ડ અભિનેત્રીએ પોતાના અંદાજમાં આ અંગેનો જવાબ આપ્યો અને સન્નાટો થઈ ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું પહેલી ડેટ પર સેક્સ કર્યું છે?
ઈન્ટરવ્યુઅરે અભિનેત્રી તમન્ના ભાટિયાને પુછ્યુંકે, શું તમે પહેલી ડેટ પર સેક્સ કર્યું છે તો સામેથી જવાબ આવ્યો ના. જ્યારે આ જ સવાલ અન્ય અભિનેતા વિજય વર્માને પૂછવામાં આવ્યો તો તેણે થોડીવાર અટકીને પછી આ સવાલનો જવાબ આપ્યો. વિજય વર્માએ આ સવાલનો જવાબ અપ્યોકે, આ વાત સાચી છે. 


વિજય વર્માએ પહેલી ડેટ પર ઈન્ટિમેટ થવાનું સાચું કહ્યું!
તમન્ના ભાટિયા ઇન્સ્ટાગ્રામ અને વિજય વર્માએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જ્યાં તમન્ના-વિજયને પૂછવામાં આવ્યું કે શું તેઓએ ક્યારેય પહેલી ડેટ પર સેક્સ કર્યું છે. તમન્ના ભાટિયાએ આ સવાલ પર સીધો ઇનકાર કરી દીધો છે. તે જ સમયે, વિજય વર્માએ થોડીવાર વિચાર્યા પછી જવાબ આપ્યો કે કદાચ તેણે કર્યું છે. આટલું જ નહીં, તમન્ના અને વિજય બંનેએ કબૂલાત કરી છે કે તેઓએ ઘણી વખત તેમની સાથે ડેટ આવનાર સાથે મજાક કરી છે.


વિજય વર્મા જણાવ્યું હતું કે તે લસ્ટ સ્ટોરીઝ 2 ના નિર્દેશક સુજોય ઘોષની ઓફિસમાં તમન્નાને પહેલીવાર મળ્યો હતો. વિજય વર્માએ એમ પણ કહ્યું હતું કે, તે દરમિયાન તેઓએ પહેલીવાર વાત કરી હતી અને તમન્નાએ કહ્યું હતું કે તે છેલ્લા 17 વર્ષથી કામ કરી રહી છે અને તેના કોન્ટ્રાક્ટમાં નો-કિસિંગ પોલિસી છે. વિજયે કહ્યું કે તમન્નાએ તેને કહ્યું હતું કે તેણે આજ સુધી આવું કંઈ કર્યું નથી અને વિજય પહેલો એક્ટર હશે જેની સાથે તે ઓનસ્ક્રીન કિસ કરશે. વિજયે કહ્યું કે તમન્નાની આ વાત સાંભળીને તેણે ફક્ત 'થેંક્યુ' કહ્યું.