મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ સમગ્ર સાઉથ સિનેમામાં ખળભળાટ મચી ગયો છે. સાઉથ સિનેમા સાથે જોડાયેલી મહિલાઓ સતત તેમની સામે થયેલા યૌન ઉત્પીડન વિશે ખુલીને વાત કરી રહી છે. હવે તમિલ ફિલ્મ અભિનેત્રી કુટ્ટી પદ્મિનીએ દાવો કર્યો છે કે જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેનું યૌન ઉત્પીડન થયું હતું. આટલું જ નહીં, પદ્મિનીએ એમ પણ કહ્યું છે કે તેણે પોતાની દીકરીઓને ક્યારેય તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવા દીધી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીકરીઓને દૂર રાખી...


કુટ્ટી પદ્મિની દક્ષિણ ભારતીય કલાકાર સંઘના સભ્ય પણ છે, જે 2019 માં #MeToo અભિયાન હેઠળ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રચાયેલી આંતરિક સમિતિ છે. શુક્રવાર (30 ઓગસ્ટ)ના રોજ તેમને એક નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી યોગ્ય કાયદો બનાવવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મ ઉદ્યોગમાં યૌન શોષણને લઈને કરવામાં આવેલા વચનોનું કંઈ થશે નહીં. એક એજન્સી સાથે વાત કરતા કુટ્ટી પદ્મિનીએ કહ્યું, "સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલી ખરાબ છે કે મેં મારી ત્રણ દીકરીઓને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજીક પણ આવવા દીધી નથી."


[[{"fid":"585938","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


કુટ્ટી પદ્મિનીનું 10 વર્ષની ઉંમરે યૌન શોષણ 


કુટ્ટી પદ્મિનીએ તેની અભિનય કારકિર્દી શરૂ કરી ત્યારે તે માત્ર 3 વર્ષની હતી, એક બાળ કલાકાર તરીકે તેણીએ તમિલ ફિલ્મ 'Kuzhandaiyum Deivamum'  માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું. કુટ્ટી પદ્મિનીના જણાવ્યા અનુસાર, "જ્યારે મેં મારી માતાને આ વિશે કહ્યું, ત્યારે તેણે નિર્માતાઓને સવાલો કરતાં તેઓએ અમને ફિલ્મમાંથી કાઢી મૂક્યા હતા."


કુટ્ટી પદ્મિનીએ કહ્યું- આજે પણ પરિસ્થિતિ બદલાઈ નથી


પદ્મિની એ પણ કહ્યું કે આજે પણ પરિસ્થિતિ બદલાઈ નથી. #MeToo ચળવળ દરમિયાન, ગાયિકા ચિન્મયી એ તેના ગીતકાર વૈરામુથુ અને અભિનેત્રી શ્રી રેડ્ડીએ ફાઇનાન્સર સુબ્રમણિ અને તેના સહાયક ગોપી પર અસોલ્ટનો આરોપ મૂક્યો છે.