નવી દિલ્હી: લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું (Tamil actor Vivek) શનિવારે સવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વિવેકના મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવી માહિતી આપવામાં આવી છે કે એક્ટરનું સવારના 4:30 વાગ્યે અવસાન થયું હતું. એક દિવસ અગાઉ શુક્રવારે તેમને છાતીમાં દુખાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિવેકના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેભાન અવસ્થામાં કરાયા હતા દાખલ
તમને જણાવી દઈએ કે શુક્રવારે વિવેક બેભાન થવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય કલાકાર વિવેકે (Vivek) ગુરુવારે કોવિડ-19 ની વેક્સીન લીધી હતી.


મહારાષ્ટ્રમાં પ્રતિબંધો, તેમ છતાં પાર્ટી કરતી જોવા મળી Janhvi Kapoor


હાર્ટમાં બ્લોકેજ
તમને જણાવી દઈએ કે અગાઉ જે માહિતી બહાર આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે હાર્ટની નસમાં 100 ટકા બ્લોક થવાને કારણે લોકપ્રિય તમિલ એક્ટરને હાર્ટ એટેક આવ્યો અને તેમની સ્થિતિ નાજુક બની હતી. તેમની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે તેમને એક્સ્ટ્રાકોરપોરલ મેમ્બ્રેન ઓક્સીજિનેશન (ઈસીએમઓ) પર રાખવામાં આવ્યા છે જેનાથી એક કૃત્રિમ ફેફસામાંથી લોહીની નળીઓમાં લોહીનું સંચાર થઈ શકે. ઇસીએમઓ દર્દીના શરીરના બહારથી હૃદય અને ફેફસાનું કામ કરે છે. હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડો.રાજુ શિવાસેમીએ જણાવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય એક્ટરની તબિયત પર આગામી 24 કલાક દેખરેખ રાખવામાં આવશે અને તેની અચાનક કથળી રહેલી તંદુરસ્તીનો ગુરુવારે તેમને અપાયેલી કોવેક્સીન રસી સાથે કોઈ સંબંધ નથી.


Kareena Kapoor એ બીજા બાળકની શેર કરી તસવીર, કહ્યું- કંઈક આ રીતે પસાર થયું મારું વિકેન્ડ


ઘણા લોકોને સાથે મળીને લધી હતી વેક્સીન
અભિનેતાને ગુરુવારે ઓમાંડુરાર સરકારી હોસ્પિટલમાં વેક્સીન લીધી હતી. ગઈકાલે ત્યાં 830 થી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. વિવેકને તેના પરિવારના સભ્યો દ્વારા સવારે 11 વાગ્યે બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તરત જ એડમિટ કર્યા બાદ એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ડ નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી કેમ કે, હાર્ટની એક નસ સંપૂર્ણ બ્લોક હતી.


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે આવ્યા એક ખરાબ સમાચાર, જાણીને આઘાત લાગશે


મોટા એક્ટર્સની સાથે કરી છે ઘણી ફિલ્મો
પદ્મ શ્રી એવોર્ડ વિવેકે રજનીકાંત, વિજય અને અજિત કુમાર સહિત અનેક મોટી તમિલ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તે કેટલીક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પણ દેખાઈ ચૂક્યા છે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં પણ સક્રિય રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube