સ્ટારકાસ્ટ: અજય દેવગણ, સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર, નેહા શર્મા, પદ્માવતી રાવ
નિર્દેશક: ઓમ રાઉત
સમયગાળો: 2 કલાક 15 મિનિટ
સ્ટાર: 3.5


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હી: ઓમ રાઉતે 'તાનાજી: ધર અનસંગ હીરો' (Tanhaji : The Unsung Warrior) વડે બોલીવુડ ફિલ્મ નિર્દેશનમાં પગ મુકવાની સાથે જ સાબિત કરી દીધું છે તે એક સારી પીરિયડ ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મના એક-એક સીન પર ઓમ રાઉતે બારીકાઇથી કામ કર્યું છે. આ ફિલ્મમાં મરાઠાઓની શૂરવીરતા બતાવવામાં પુરી સફળતા મળી છે. ચોક્ક્સ, ઘણીવાર ઐતિહાસિક ફિલ્મો ખાસકરીને યુદ્ધ પર બનેલી ફિલ્મ બોજારૂપ અને કંટાળાજનક થઇ જાય છે, પરંતુ તાનાજી જોઇને તમને એવું નહી લાગે. થોડા દિવસો બાદ સૈફ અલી ખાન (Saif Ali Khan) એટલા સારા રોલમાં જોવા મળી રહ્યા છે, અથવા એમ કહીએ કે તે મોટા પડદા પર લાંબા સમય બાદ પોતાની મજબૂત એન્ટ્રી નોંધાઇ રહ્યા છે. આ તેમના માટે ખાસ 'વિજય'થી ઓછું નથી. 


આવી ફિલ્મની કહાની
આ ફિલ્મ મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેના યશ અને ગૌરવની કહાની છે, જેમાં મરાઠાઓની આન-બાન-શાનને બતાવવામાં આવી છે. ઔરંગજેબ આખા હિંદુસ્તાન પર પોતાનો પરચમ લહેરાવવાની રણનિતી બનાવી રહ્યો છે. ઇતિહાસમાં આ લડાઇ સિંહગઢના યુદ્ધના નામે નોંધાયેલી છે. શિવાજી મહારાજ (શરદ કેલકર)ના જાંબાજ યોદ્ધા સુબેદાર તાનાજી માલસુરે (અજય દેવગણ) પોતાની પત્ની સાવિત્રીબાઇ (કાજોલ)ની સાથે પોતાના પુત્રના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. શિવાજી કોંઢાણા કિલાને પરત લેવા ઇચ્છે છે. જોકે શિવાજી મહારાજ ઇચ્છતા નથી કે તે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત તાનાજીને યુદ્ધમાં મોકલે, પરંતુ તાનાજીને ખબર પડે છે કે મરાઠા સામ્રાજ્ય પર મુસિબત આવી છે તો તે ભગવો પહેરીને ઉદયભાન રાઠોડને રોકવા માટે નિકળી પડે છે. ઉદયભાન પણ જાંબાજી તાનાજી કરતાં ઓછો નથી, પરંતુ બર્બરતા તેમાં કૂટ કૂટીને બર્બરતા ભરેલી છે. કઇ રીતે તાનાજી આ લડાઇ લડે છે,  આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ઉદયભાન એક રાજપૂત છે, પરંતુ તે ઔરંગજેબ તરફથી મરાઠાઓ વિરૂદ્દહ લડે છે. આ ફિલ્મ તાનાજીની વીરતા, સચ્ચાઇ અને દેશભક્તિની કહાની છે. 


ફિલ્મની ખાસિયત
મરાઠાઓની ગોરિલા યુદ્ધનીતિને ધ્યાનમાં રાખતાં યુદ્ધ દ્વશ્ય ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે એકદમ રોચક લાગે છે. કિલા અને ઘાટીઓને પડદા પર બતાવવામાં આવ્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. 3ડી ઇફેક્ટ સાથે તેના યુદ્ધ સીન વધુ દમદાર લાગે છે. 


કેવી છે એક્ટિંગ
અજય દેવગન યૌધાના રૂપમાં એકદમ ફિટ લાગે છે. મરાઠાઓ માટે મરી મિટવાનો ઇમોશન ભરેલો આત્મવિશ્વાસ ખૂબ ગમશે. કાજોલને ઓછા સીન મળ્યા છે, પરંતુ જેટલા પણ છે તેમને સારી એક્ટિંગ કરી છે. ઉદયભાનના ગેટઅપથી માંડીને એક્ટિંગ સુધી સૈફ અલી ખાન સારો લાગે છે. કહેવું ખોટું નથી કે સારી સ્ક્રીપ્ટ હોય તો સૈફ પાસે કંઇ સારું કરાવી શકાય છે. શિવાજીના પાત્રમાં શરદ કેલકર પણ ઠીક લાગે છે.


સંગીત
સચેત-પરંપરા, અજય-અતુલ અને શંકર અહેસાન લોય જેવા સંગીતકારોની હાજરીમાં 'શંકરા રે શંકરા', 'માય ભવાની' અને 'ઘમંડ કર' જેવા ગીતો ફિલ્મની કહાની અને દ્વશ્યોની સાથે સારી મેચ કરી રહી છે.