નવી દિલ્હીઃ 10 જાન્યુઆરીએ એક સાથે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાં અજય દેવગનની (Ajay Devgn)ની ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર' (Tanhaji: The Unsung Warrior)' અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ 'છપાક' (Chhapaak)' સામેલ છે. પ્રથમ દિવસથી તાનાજીએ મોટી કમાણી કરી તો છપાકને દર્શકો શોધવામાં પણ ફાફા પડ્યા હતા. બોક્સ ઓફિસના આંકડા જણાવી રહ્યાં છે કે છપાક દર્શકોને પસંદ આવી નથી, જ્યારે તાનાજીની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર'ને દેશભરમાં ખુબ પ્રેમ મળ્યો છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર તાનાજીએ અત્યાર સુધી કુલ 116 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે છપાક બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. તેણે અત્યાર સુધી માત્ર 25.75 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. આવો નજર કરીએ બંન્ને ફિલ્મની કમાણીના આંકડા પર... 


નવા ગીતમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગયા પ્રિયંકા અને નિક, ગીતે રિલીઝ થતાં મચાવી ધૂમ


'તાનાજીઃ ધ અનસંગ વોરિયર'
શુક્રવાર - 14.50 કરોડ
શનિવાર- 19.75 કરોડ
રવિવાર- 25.50 કરોડ
સોમવાર - 13.50 કરોડ
મંગળવાર- 15.25 કરોડ
બુધવાર - 16.25 કરોડ
ગુરુવાર - 11.25 કરોડ
કુલ- 116 કરોડ


'છપાક'
શુક્રવાર - 4.50 કરોડ
શનિવાર- 6.50 કરોડ
રવિવાર - 7 કરોડ
સોમવાર - 2 કરોડ
મંગળવાર- 2.25 કરોડ
બુધવાર - 2.25 કરોડ
ગુરુવાર - 1.25 કરોડ
કુલ- 25.75 કરોડ


અજયની ફિલ્મ તાનાજી સાલસુરેની સત્ય કહાની છે, જ્યારે દીપિકાની ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવનની કહાની છે. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત તાનાજીમાં અજય સિવાય સેફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર, નેહા શર્મા અને પદ્માવતી રાવ મૂખ્ય ભૂમિકામાં છે. જ્યારે મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત છપાકમાં દીપિકા પાદુકોણની સાથે વિક્રાંત મેસી, મધુરજીત અને અંકિત બિષ્ટ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube