Tanhaji The Unsang Warrior: તાનાજી પહેલા દિવસે જ છપાક પર ભારે, કરી કરોડોની કમાણી
તાનાજી ધ અનસંગ વોરિયર (Tanhaji The Unsung Warrior) અને છપાક (Chhappak) ની ઓપનિંગ દિવસનું બોક્સ ઓફિસનું કલેકશન સામે આવ્યું છે. બંને ફિલ્મોની કમાણીમાં ઘણું અંતર દેખાયું છે.
નવી દિલ્હી: અભિનેતા અને નિર્માતા અજય દેવગન (Ajay Devgan) ની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર (Tanhaji The Unsung Warrior) અને અભિનેત્રી અને પ્રોડ્યુસર દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ છપાક (Chhapaak) શુક્રવારે એક સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. બંને ફિલ્મોનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેકશન સામે આવ્યું છે. બંને ફિલ્મોની કમાણીમાં ઘણું અંતર દેખાઇ રહ્યું છે.
ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર (Tanhaji The Unsung Warrior) એ રિલીઝ થતાં જ ધમાલ મચાવી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર તોફાની બેટીંગ કરી છે. તો આ ફિલ્મની સાથે જ રિલીઝ થયેલી દીપિકા પાદુકોણની છપાક ફિલ્મની કમાણી ઘણી પાછળ છે. બંનેની કમાણી વચ્ચે પ્રથમ દિવસે જ 10 કરોડનું અંતર છે.
બોક્સ ઓફિસ ઇન્ડિયાના અનુસાર તાનાજીએ પહેલા દિવસે 16 કરોડ રૂપિયા કમાણી કરી છે તો જ્યારે છપાકને માત્ર 6 કરોડ જ કમાણી થઇ છે. જોકે આ અનુમાન પહેલેથી જ લગાવાઇ રહ્યો હતો કે અજય દેવગણની ફિલ્મ સારો દેખાવ કરશે જ.