નવી દિલ્હીઃ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાન્હાજી તેના માટે ખુબ ખાસ છે કારણ કે આ તેની 100મી ફિલ્મ છે. તેણે 'ફૂલ ઓર કાંટે'થી પર્દાપણ કર્યું હતું અને ત્યારથી પાછુ વળીને જોયું નથી. તેની લેટેસ્ટ ફિલ્મ પણ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. ફિલ્મને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા સપ્તાહની કુલ કમાણી
ફિલ્મમાં તેની સાથે કાજોલ, સેફ અલી ખાન, નેહા શર્મા અને શરદ કેલકર પણ મુખ્ય ભૂમિકામાં છે. Boxofficeindia.com ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ફિલ્મએ ચોથા વીકમાં કુલ 18.50 કરોડની કમાણી કરી છે. 


ફિલ્મની કુલ કમાણી
રિપોર્ટમાં તે જણાવવામાં આવ્યું છે કે ફિલ્મએ અત્યાર સુધી 250 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને અત્યાર સુધીની 12મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મના કલેક્શનમાં ઘટાડો પણ જોવા મળ્યો ખાસ કરીને વીક ડેઝ પર. વીકડેઝ પર તેણે 6 કરોડથી ઓછી કમાણી કરી જ્યારે વીકએન્ડ પર 13 કરોડ રૂપિયાની. 


મુંબઈ સર્કિટમાં બમ્પર કલેક્શન
મુંબઈ સર્કિટમાં તેનું કલેક્શન જબરદસ્ત રહ્યું. અહીં ફિલ્મએ 132.50 કરોડ રૂપિયાની કમાણી કરી જે દંગલથી 28 કરોડ વધુ છે. 


Movie Review Shikara: કાશ્મીરી પંડિતો પર બનેલી 'શિકારા' જોતા પહેલા જાણો કેવી છે ફિલ્મ


અહીં જુઓ તાન્હાજીનનું બોક્સ ઓફિસ કલેક્શન
પ્રથમ વીક - 1,15,28,00,000
બીજું વીક - 77,87,00,000
ત્રીજું વીક - 38,48,00,000
શુક્રવાર - 2,25,00,000 ની આપસાપ
શનિવાર - 4,50,00,000 ની આપસાપ
રવિવાર - 6,25,00,000 ની આપસાપ
સોમવાર - 1,50,00,000 ની આપસાપ
મંગળવાર - 1,40,00,000 ની આપસાપ
બુધવાર - 1,35,00,000 ની આપસાપ
ગુરૂવાર - 1,35,00,000 ની આપસાપ
ચોથુ વીક - 18,60,00,000 ની આપસાપ
કુલ - 2,50,23,00,000 ની આપસાપ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV