Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોની બબીતા જી એટલે કે સૌની પ્રિય એક્ટ્રેસ મુનમુન દત્તા ઘણી વખત કોઈને કોઈ મામલે ચર્ચામાં આવે છે. કેટલાક લોકો મુનમુન દત્તાને તારક મહેતા સોથી ઓળખે છે તો કેટલાક લોકો તેને તે સમયથી જાણે છે જ્યારે મુનમુન દત્તા ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી હતી. મુનમુને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતી નથી. તેનું મન ડોક્ટર બનાવાનું હતું. જોકે, ભાગ્યને કંઇક બીજુ જ મંજૂર હતું અને તે ગ્લેમરની દુનિયામાં આવી ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સોશિયલ મીડિયા પર મુનમુનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુનમુન દત્તાનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈ ફેન્સ પણ બેકાબુ થઈ રહ્યા છે. આ પહેલા તમે તેનો વીડિયો જોવા માટે તમારું સોશિયલ મીડિયા હેલન્ડ ઓપન કરો, તે પહેલા જણાવી દઈએ કે, એક્ટ્રેસનો આ વીડિયો ઘણો જુનો છે. હકીકતમાં વાયરલ થઈ રહેલા મુનમુન દત્તાનો આ વીડિયો તેની તેલુગુ ફિલ્મનો છે. જેમાં તે આઇટમ ડાન્સ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં મુનમુને તેની કાતિલાના અદાઓનો જલવો દેખાડ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube